માત્ર 1 જ ફૂટનું ગાબડુ પાડી કરાઈ અધધ 7800 કરોડ રૂપિયાની ચોરી, દુનિયાભરમાં સનસનાટી

જર્મનીમાં આવેલા એક ઐતિહાસિક મ્યૂઝિયમમાં થયેલી ચોરીએ દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી છે. આ ચોરી કોઈ સામાન્ય નથી પણ અબજો રૂપિયાની છે. જર્મનીના ડ્રેસ્ડનની ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાં ચોરી થયેલા ઘરેણાની કિંમત એટળી બધી છે કે તેનો સાચો અંદાજ પણ મુશ્કેલ છે.

તેમ પણ અંદાજે આ રકમ 7800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ચોરી કરનારાઓને ઝડપી પાડ્વા પોલીસ માટે પણ એક પડકાર છે. ચોરીને અંજામ આપવા માટે તસ્કરોએ સવારે પાંચ વાગ્યાના અરસામાં પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને ત્યારબાદ બારીમાંથી અંદર ઘૂસ્યા હતા. આ મ્યૂઝિયમને અમેરિકાના આર્મી પોસ્ટ ફોર્ટ નોક્સ જેવું સુરક્ષિત માનવામાં આવે છે.

જર્મનીના એક ઐતિહાસિક મ્યૂઝીયમમાં તસ્કરોએ ચોરી કરી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચોરાયેલા ખજાનાની કિંમત એક બિલિયન યૂરો(અંદાઝે 7900 કરોડ રૂપિયા) જેટલી હોઇ શકે છે. આ ઘટના ડ્રેસડન શહેરના ગ્રીન વોલ્ટ મ્યૂઝિયમમાં સોમવારે વહેલી સવારે બની હતીસ્થાનિક મીડિયા એજન્સી બિલ્ડ પ્રમાણે તસ્કરો આભૂષણો અને હીરા ચોરીને લઇ ગયા હતા જેમની કિંમત બિલિયન યૂરો જેટલી હોઇ શકે છે. જોકે હજુ સુધી પોલીસ એ વાતની ખાતરી કરી છે કે કઇ કઇ ચીજો ચોરાઇ છે. ચોરી કર્યા બાદ તસ્કરો એક સલૂન કારમાં ભાગી ગયા હતા. વીજ પુરવઠો ઠપ થયા બાદ પણ તેઓ સર્વેલન્સ કેમેરામાં કેદ થયા હોય તેવી શક્યતા છે.

આ ઘટના સમયે પાસેના એક પૂલ પર આગ ફાટી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે વીજ પુરવઠો ઠપ કરવાના લીધે આ આગ લાગી હોઇ શકે. અહેવાલ પ્રમાણે તસ્કરો ઓછી ઉંચાઈ ધરાવતા હતા અને તેઓ નાની બારીમાં આસાનીથી પ્રવેશી શક્યા હતા. કઇ કઇ અમૂલ્ય ચીજો ચોરાઇ છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે. ઐતિહાસિક મ્યૂઝિયમમાં એક બિલિયન યૂરોની આ ચોરી કદાચ ઈતિહાસની સૌથી મોટી ચોરી હોઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.