બોલિવૂડના ટ્રેંડ સેટર અને લોકપ્રિય સિંગર બપ્પી લહેરી એમના સુવર્ણ અલંકારોના પરિધાન માટે જાણીતા છે. બપ્પી લહેરીએ બોલિવૂડને ખબૂ જ સુંદર અને શાનદાર સંગીત આપ્યું છે. જોકે શરૂઆતમાં તેમના સંગીતને નાપસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ જેમ-જેમ સમય પસાર થયો તો લોકો તેના સંગીત અને ગીતોને ઓળખવા લાગ્યા અને પસંદ પણ કરવા લાગ્યા.
આપને જણાવી દઈએ કે આજે બપ્પી લહેરીનો જન્મદિવસ છે. બપ્પી લહેરીને મ્યુઝિક ઉપરાંત ગોલ્ડ(સોનું) થી પણ ઘણો લગાવ છે. 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલા બપ્પી લહેરી માત્ર 21 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ ‘ડોસ્કો ડાન્સર’થી બપ્પી લેહરીના કરિયરને પીક મળી. ત્યાર બાદ તેમને નમક હલાલ, શરાબી, હિમ્મતવાલા, સાહેબ, ઘાયલ, ગુરુ જેવી કેટલીક ફિલ્મોમાં સંગીત આપ્યું.
બપ્પી લહેરી ગોલ્ડ માટે ઘણા જાણીતા છે. તેઓ જ્યાં પણ જાય છે ગોલ્ડના આભૂષણોથી સજ્જ હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે આટલું બધુ સોનું શું કામ પહેરો છો? તો તેમને જવાબ આપતા કહ્યું કે,‘હું એલવિસ પ્રેસ્લીનો પ્રસંશક છું અને તેઓ ગોલ્ડની ચેન પહેરતા હતા. એટલે મે વિચાર્યું હતું કે જો હું જીવનમાં સફળ થયો તો પોતાની એક અલગ છવિ બનાવીશ અને ભગવાનના આર્શીવાદથી એવું થયું. ગોલ્ડ મારા માટે ઘણું લકી છે.’ પરંતુ રિપોર્ટ મુજબ એવી માહિતી મળી છે કે બપ્પી લહેરીથી વધારે તેમની પત્ની પાસે સોનું વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.