મહારાષ્ટ્ર કાંડથી વડા પ્રધાન મોદીની ઇમેજ ઝંખવાઇ: સાંસદોમાં થઇ રહેલો ગણગણાટ

મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે સરકાર રચી અને માત્ર ગણતરીના કલાકોમાં રાજીનામું આપ્યું તેનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ ઝંખવાઇ હોવાનો ગણગણાટ સાંસદોમાં થઇ રહ્યો હતો.

અન્ય પક્ષો તો ઠીક, ખુદ ભાજપના સાંસદોમાં એવો સૂર હતો કે આત્મવિશ્વાસના અતિરેકમાં આવી જઇને જે પગલાં ભરવામાંં આવ્યાં એ બૂમરેંગ થયાં હતાં. આથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બંનેને પારાવાર નુકસાન થયું હતું. હવે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર સ્થપાઇ હોવાથી શિવસેન વધુ મજબૂત થશે અને લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે ઉચ્ચારેલા અપશબ્દો ભૂલાઇ જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.