મહારાષ્ટ્રમાં શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે. આ દરમિયાન શિવસેના નેતા વિનાયક રાઉતે કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી 400 ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
શિવસેના નેતા એકનાથ શિંદેના જણાવ્ય્યા મુજબ શપથ વિધિ સમારંભમાં સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, DMKના પ્રમુખ સ્ટાલિનેને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિનાયક રાઉતે કહ્યું, કાલે ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાંથી આશરે 400 ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડૂતોને સન્માન આપવા, આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારજનોને પણ આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો પહેલાથી પ્રભાવ રહ્યો છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. હાલ તેઓ ન તો ધારાસબ્ય છે કે ન તો વિધાન પરિષદના સભ્ય. તેમણે અત્યાર સુધીમાં ક્યારેય ચૂંટણી પણ નથી લડી. પરંતુ આગામી છ મહિનામાં તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.