Reliance નો વધુ એક મસમોટો રેકોર્ડ! માર્કેટ કેપ આટલા લાખ કરોડને પાર, બની દેશની પહેલી કંપની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL) 10 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશની પ્રથમ કંપની બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં આવેલ તેજીના કારણે કંપનીની માર્કેટ કેપમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજ(NSE) પર રિલાયન્સનો શેર લખાય ત્યાં સુધી 5 રૂપિયા વધીને 1575 રૂપિયા નજીક બોલાઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક સપ્તાહમાં 2 ટકા, એક મહિનામાં 10 ટકા, ત્રણ મહિનામાં 24 ટકા, 9 મહિનમાં 29 ટકા અને એક વર્ષમાં 40 ટકા સુધીનો જંગી ઉછાળો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ભાવમાં જોવા મળ્યો છે. આ સાથે કંપનીએ એક સપ્તાહમાં બીજો રેકોર્ડ બનાવ્યો છે. ગત મંગળવારે 9.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી કંપની બની હતી. જ્યારે આ સપ્તાહે બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 9 લાખ 95 હજાર કરોડ પહોચી હતી અને ગુરુવારે બીએસઈ પર શેરમાં 0.7 ટકાનો વધારો થતા વેલ્યૂએશનમાં 5 હજાર કરોડ રૂપિયાનો વધારો ઝીંકાયો.

રિપોર્ટ પ્રમાણે 18 ઓક્ટોબરે કંપનીની માર્કેટ કેપ 9 લાખ કરોડ રૂપિયા પહોંચી હતી. રિલાન્યસના શેર એ આ વર્ષે રોકાણકારોને 40 ટકા રિટર્ન આપ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહ્યા છે કારણ કે બ્રોકરેજ કંપનીઓ રેટિંગમાં વધારો કર્યો છે અને ટેલિકોમ બિઝનેસ નફાકારક રહે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ બ્રોકરેજ ફર્મ બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે ગયા મહિને એક અહેવાલ બહાર પાડ્યો હતો. તે મુજબ, રિલાયન્સના નવા કોમર્સ અને બ્રોડબેન્ડ બિઝનેસની મદદથી, કંપનીના માર્કેટ કેપ આગામી 24 મહિનામાં 200 અબજ ડોલર સુધી પહોંચે એવી સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.