PMને જ SPG સુરક્ષા, પદ છોડયા બાદ પાંચ વર્ષ જ લાભ: અમિત શાહ.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોકસભામાં એસપીજી સુધારા બિલ રજુ કર્યું હતું. આ દરમિયાન તેમણે બિલ અંગે કેટલીક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ બિલ પસાર થઇ ગયા બાદ માત્ર વડા પ્રધાન હોય તેને જ એસપીજી સુરક્ષા આપવામાં આવશે, જ્યારે પૂર્વ વડા પ્રધાન અને તેમના પરિવારને એસપીજી સુરક્ષાની કોઇ જરુર ન હોવાથી તેને પરત લઇ લેવામાં આવશે. જોકે કોંગ્રેસે લોકસભામાં બિલનો વિરોધ કરી લોકઆઉટ કર્યો હતો પણ બિલ અંતે પસાર કરી દેવામાં આવ્યું હતું અને હવે તેને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવી લેવામાં આવી હોવાથી વિવાદ થયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. દરમિયાન હવે અમિત શાહે લોકસભામાં એસપીજી કાયદામાં સુધારા માટેનું બિલ રજુ કરી દીધુ હતું. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે એસપીજી કાયદામાં કેટલાક ફેરફાર માટે અમે આ બિલ લાવ્યા છીએ.

શરૂઆતમાં એસપીજી આદેશ પર કામ કરતી હતી, બાદમાં કાયદો બનાવવામાં આવ્યો અને સ્પેશિયલ પ્રોટેક્શન ગુ્પ કામ કરવા લાગ્યું. હવેથી માત્ર વર્તમાન વડા પ્રધાન હોય તેને જ આ સુરક્ષા આપવામાં આવશે. જ્યારે પૂર્વ વડા પ્રધાન હોય તેમના પરિવારને પાંચ વર્ષ સુધી આ સુરક્ષા આપવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.