મુંબઈ: મહારાષ્ટ્રમાં 18મા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. લાખોની ભીડ વચ્ચે તેમની શપથવિધિ વખતે જ્યારે તેમણે ‘‘મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે…’’, કહ્યું ત્યારે અનેરો ઉત્સાહ લોકોમાં આવી ગયો હતો. તેમની સાથે શિવસેનાનાએકનાથ શિંદે અને સુભાષ દેસાઇએ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળેશપથ લીધાહતા.બાલાસાહેબ થોરાટ જેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે નાગપુર ઉત્તર સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે પણ શપથ લીધા હતા.
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણને ભવ્ય બનાવવા માટે આખી રાત તૈયારી કરવામાં આવી હતી. બીએમસી, પીડબ્લ્યૂડી અને પોલીસના સીનિયર અધિકારીઓ સતત હાજર રહ્યા હતા. શિવાજી પાર્કમાં અંદાજે 70 હજારથી વધારે ખુરશીઓ લગાવવામાં આવી છે. બીજી બાજુ એક મોટા સ્ટેજ પર ખાસ મહેમાનો માટે 100થી વધારે ખુરશીઓ લગાવવામાં આવી છે.
ઠાકરે પરિવાર માટે મુંબઈનું શિવાજી પાર્ક હંમેશા મહત્વનું રહ્યું છે. આ એ જ મેદાન છે, જ્યાંથી તાજેતરમાં શિવસેનાની દશેરા રેલીમાં પાર્ટી નેતા સંજય રાઉતે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી શિવસેનાના જ હશે. બાલા સાહેબના અંતિમ સંસ્કાર પણ અહીં જ કરવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ માટે જ્યાં સ્ટેજ બનાવવામાં આવ્યું હતુંતેની પાછળ જ છત્રપતિ શિવાજી મહારાજની ખૂબ મોટી પ્રતિમા છે. તે સાથે જ બાલા સાહેબનું સ્મારક પણ બનાવાવમાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.