ઉદ્ધવ ક્યાંથી લાવશે પૈસા? મહારાષ્ટ્ર પર અધધધ… રૂપિયાનું દેવું છોડીને ગયા છે ફડણવીસ

ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારનાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા. આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ. આ પહેલીવાર છે જ્યારે ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી પદને સંભાળી રહ્યો છે. આવામાં મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે સામે અનેક પડકાર છે. ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો પડકાર આર્થિક મોરચે મળવાનો છે. આર્થિક મોરચા પર રાજ્યની સ્થિતિ ઠીક નથી.

મહારાષ્ટ્ર પર કરજનો બોજ 4.7 લાખ કરોડ રૂપિયાથી વધારે

વીતેલા જૂન મહિનામાં મહારાષ્ટ્રની ફડણવીસ સરકારમાં ત્યારનાં નાણાં મંત્રી સુધીર મુંગટીવારે 2019-20નું અંતિમ બજેટ રજૂ કર્યું હતુ. આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર પર કરજનો બોજ 4.7 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. તો 2018-19માં મહારાષ્ટ્ર સરકારની દેવાદાર 4.14 લાખ કરોડ રૂપિયા હતી, જે સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે કુલ બજેટ 3 લાખ 34,933 કરોડ રૂપિયા રાખ્યું હતુ.

આ બજેટમાં જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર સરકારનું મહેસૂલ નુકસાન વધીને 20,292.94 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહેસૂલ નુકસાન 14,960.04 કરોડ રૂપિયા હતુ. આ પ્રમાણે ફક્ત એક વર્ષમાં મહારાષ્ટ્રનું મહેસૂલ નુકસાન 5 હજાર કરોડ એટલે કે 35.6 ટકા વધી શકે છે. જૂનમાં બજેટ રજૂ કરતા ત્યારનાં નાણાં મંત્રી સુધીર મુંગટીવારે જણાવ્યું કે ચાલું નાણાંકીય વર્ષમાં સરકારનો મહેસૂલ ખર્ચ 3,34,933,06 કરોડ રૂપિયા અને મહેસૂલ આવક 3,14,640.12 કરોડ રૂપિયા રહેવાની સંભાવના છે. તો રાજકોષીય ખાધની વાત કરીએ તો 61,669.94 કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. એક વર્ષ પહેલા મહારાષ્ટ્રની રાજકોષીય ખાધ 56,053.48 કરોડ રૂપિયા હતી. આ પ્રમાણે લગભગ 6 હજાર કરોડનો વધારો થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.