હજુ LRD પરીક્ષાના પેપરલીક કૌભાંડના ડાઘ બુઝાયા નથી ત્યાં જ વળી નવું કૌભાંડ આવ્યું છે. 17 નવેમ્બર 2019ના રોજ લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચાલુ પેપરે મોબાઈલ દ્વારા ફોટો પાડી મોકલાવ્યાના CCTV સુરેન્દ્રનગરના એક સેન્ટરમાંથી બહાર આવ્યા છે. આ કૌભાંડનો પર્દાફાશ ગુજરાત કોંગ્રેસની યુવા ટીમે કર્યું છે.
- વઢવાણની એસ.એન.વિદ્યાલયમાં ખુલ્લેઆમ થઈ ચોરી
- CCTVમાં ખુલ્લેઆમ ઉમદવારોએ કરી હતી ચોરી
- પ્રશ્નપત્રનો મોબાઈલમાં ઉમેદવારે ફોટો પાડ્યો
ગુજરાત કોંગ્રેસની યુવાટીમે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના એસ.એન વિદ્યાલય ખાતે અપાયેલા સેન્ટર પર ગેરરિતી થયાનાં આક્ષેપ બાદ CCTV પણ જાહેર કર્યા છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓએ 17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી હતી જેમાં આ ગેરરીતિ સામે આવી છે. કોંગ્રેસે મીડિયા સાથે CCTVમા પુરાવા જાહેર કરી સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું કૌભાંડ બહાર પાડ્યું છે.
કોંગ્રેસના યુવા નેતાઓએ કહ્યું પરીક્ષાઓનું કૌભાંડ કરોડોનાં વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટું છે. રાજ્યસરકારે લીધેલી છેલ્લી 11 પરીક્ષાઓમાં આવી ગેરરિતીઓ થઈ છે. માત્ર આજ પરીક્ષા નહીં અન્ય પરીક્ષાઓમાં પણ ગેરરીતિ થઈ છે તેના પુરાવા હજુ રજુ કરી શકીએ તેમ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.