સુરતઃ શહેરના રાંદેર અને કતારગામને જોડતો વિયર કમ કોઝવે વર્ષ 1998માં વાહન વ્યવહાર માટે બનાવાયો હતો. આજે 21 વર્ષના આ સમયમાં કોઝવે ચોમાસાની ઋતુમાં અનેકવાર ઓવરફ્લો થયો અને બંધ કરાયો. જોકે, આ વર્ષે ઉપરવાસમાં 150 ટકા જેટલો વરસાદ નોંધાવા સાથે પાછોતરો વરસાદ પણ દોઢેક મહિનો લંબાઈ જતાં કોઝવે ઈતિહાસમાં સૌપ્રથમવાર 128 દિવસ માટે બંધ કરવો પડ્યો હતો.
આ વર્ષે 24 જુલાઇએ બંધ કરવામાં આવેલો કોઝવે છેક 28 નવેમ્બરને ગુરૂવારથી ફરી વાહન-વ્યવહાર માટે પૂર્વવત્ ખોલાયો હતો. આ સાથે જ રોજિંદી અવર-જવર કરનારા નદી પારના આ બંને વિસ્તારના આશરે 5 લાખથી વધુ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.