દાહોદ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની સહતિ 4 બાળકોની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. એક જ પરિવારના 6 સભ્યોની હત્યા સમગ્ર ગામમાં ગમગીની છવાઇ ગઇ છે. આ હત્યાકાંડની માહિતી મળતાની સાથે જ સંજેલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના તરકડા મહુડી ગામે થયેલ હત્યાકાંડ પ્રથમ દ્રષ્ટિએ સામૂહિક હત્યાના આ મામલામાં પતિ-પત્નીની હત્યા કરેલી લાશ મળી આવી છે. ઉપરાંત મૃતકોમાં ચાર સંતાનોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ છોકરા અને એક છોકરી ભોગ બન્યા છે.
ઘટના સ્થળે પહોંચેલી સંજેલી પોલીસે હત્યાકાંડની તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હત્યાકાંડ સર્જાયાની પોલીસને આશંકા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ગ્રામજનો અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.