સામાન્ય રીતે આપણે જ્યારે માંદા પડીએ ત્યારે ડોક્ટર લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. કારણ કે સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી અને ફળફળાદિ ખૂબ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે શાકભાજી આપણે આરોગી રહ્યાં છીએ તે ઝેરી તો નથી ને? આ અંગે ઓપરેશન ‘ફ્રેશ પોઈઝન’ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં લીલા શાકભાજીને લઈ મોટા ઘટસ્ફોટ થયા છે.
જી હાં, આજકાલ બજારમાં વિટામિન કે પ્રોટીનથી ભરપૂર નહીં પરંતુ ઝેરથી ભરપૂર શાકભાજી મળી રહ્યા છે. લીલા શાકભાજીમાં પેસ્ટીસાઈડ્ઝ એટલે કે કીટનાશકનું પ્રમાણ નિયત કરતા વધારે જોવા મળી રહ્યું છે. કીટનાશકો એટલા ઝેરી હોય છે કે, ખેતરમાં દવાના છંટકાવ દરમિયાન અનેક લોકોના મોત થયાના દાખલા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લીધેલા સેમ્પલની આણંદની કૃષિ યુનિવર્સિટીમાં તપાસ કરવામાં આવી તો એવું પરિણામ સામે આવ્યું જેનાથી આપ ચોંકી જશો.
બજારમાં મળતા મોટાભાગના શાકભાજીમાં પ્રતિબંધિત જંતુનાશકોની ઉપસ્થિતી જોવા મળી છે. જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા ક્યાં,શાકભાજી ઉગાડવામાં આવે છે? કેવી રીતે ઉગાડવામાં આવે છે? જેમાં અનેક એવી બાબતોનો ખુલાસો થયો જે તમને ચોંકાવી દેશે. આ સંપૂર્ણ વિગત તમે પોસ્ટ વીડિયોમાં મેળવી શકો છો. FSSAI દ્વારા લેવામાં આવેલા નમૂના આધારે આણંદ યુનિવર્સિટીમાં ચકાસણી કરવામાં આવી જેના આધારે એ સાબિત થયું છે કે, લીલા શાકભાજીમાં કીટનાશકનું પ્રમાણ ભયાનક સ્તર પર છે. જે તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.