નીતિન ગડકરી મુખ્ય પ્રધાન બને તો શિવસેના તૈયાર હતી, વિગતવાર ચર્ચા પણ થયેલી

કેન્દ્રના હાલના વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરી મુખ્ય પ્રધાન બનતા હોય અને આદિત્ય ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન  બનાવતા હોય તો ભાજપ સાથે શિવસેના સરકાર રચવા તૈયાર હતી એવી માહિતી મળી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી સરકાર રચવામાં અવરોધ સર્જાયો ત્યારે ભાજપ મોવડી મંડળે નીતિન ગડકરીને મુંબઇ મોકલ્યા હતા કે તમે જઇને ઉદ્ધવને સમજાવો.

મુંબઇમાં નીતિન ગડકરી અને ઉદ્ધવ વચ્ચે વિગતવાર ચર્ચા થઇ હતી જેમાં ઉદ્ધવે કહ્યું હતું કે તમે મુખ્ય પ્રધાન બનવા તૈયાર હો અને આદિત્યને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા અમે ભાજપ સાથે સરકાર રચવા તૈયાર છીએ.

આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ મંજૂર હતી. ઉદ્ધવ સાથે ચર્ચા કર્યા બાદ ગડકરી નાગપુર ગયા હતા અને સંઘના વડા મોહન ભાગવત સાથે આ બાબતે ચર્ચા કરી હતી. ભાગવતજીએ પણ આ ઑફરને સ્વીકાર્ય ગણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.