કોણ છે આ અભિનેત્રી જેના રિસેપ્શનમાં પહોંચી ગયા ખૂદ પીએમ મોદી, સેલ્ફીની તસવીરો વાયરલ

ટીવી અભિનેત્રી અને રાજવી પરિવારથી સંબંધ રાખનારી મોહીના કુમારી સિંહે ગત મહિને જ ઉત્તરાખંડના કેબિટનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે સાત ફેરા લીધા. મોહીનાના લગ્નની તસવીરો સોશિયલ સાઇટ પર ખૂબ વાયરલ થઇ હતી. જ્યારે 28 નવેમ્બરે કપલે દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું, આ રિસેપ્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદી આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.

આ રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મોહીના કુમારી સિંહે ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદી અને મહેમાનો સાથે લેવામાં આવેલી સેલ્ફી પોસ્ટ કરી છે. લુકની વાત કરીએ તો પિંક કલરના લહેંગા ચોલીમાં સુંદર દેખાઇ રહી છે. મિનિમલ મેકઅપની સાથે હેવી જ્વેલરી મોહિના પર સુંદર લાગી રહી હતી. તો આવો જોઇએ કેટલીક તસવીરો… કામની વાત કરીએ તો તેણે અંતિમ વખત ટીવી સીરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હે માં જોવા મળી હતી. મોહિના રેમો ડિસૂજાની ફિલ્મ એબીસીડી એની બડી કેન ડાન્સમાં નજરે પડી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.