સૈનિકો-શહીદ સૈનિકોના પરિવારો માટે સુરત મહાનગરપાલીકાએ 12.91 લાખનો ફાળો આપ્યો

દેશની રક્ષા માટે દિન રાત ઝઝુમતા સૈનિકોના લાભાર્થે સુરત જિલ્લાની સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ સશસ્ત્ર સેના ધ્વજદિન-2018-19માં રૂા.77.81 લાખ જેટલુ ભંડોળ એકત્ર કરીને શૂરવીર સૈનિકો પ્રત્યે અભિવાદન વ્યકત કર્યું છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા દ્વારા સૈનિકો- માજી સૈનિકો/ આશ્રિતોના શહીદ સૈનિકોના પરિવારો માટે સશસ્ત્ર સેના ધ્વજદિનનો ઉદાર હાથે ફાળો આપનારી સંસ્થાઓનું સન્માન કર્યું હતું.

સર્વે દાતાઓને અભિનંદન આપતા જિલ્લા વિકાસ અધિકારી કોયાએ જણાવ્યું હતું કે, દેશ માટે રક્ષા કાજે સેવા કરતાં સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવારો માટે દેશના નાગરિકો, સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ યથાશક્તિ યોગદાન આપી શહીદો પ્રત્યેનુ ઋણ અદા કરે છે. આપણા સૈનિકો દેશના સીમાડાઓની રક્ષા કાજે દિન-રાત ઝઝુમતા હોય છે. રાષ્ટ્ર માટે પોતાના પરિવારજનોથી દૂર રહી ફરજ બજાવનારાઓ માટે આપણી પણ ફરજ બને છે. આવી રીતે વર્ષ 2019-20માં પણ સૌ કોઈ નાગરિકો દાનની ઝોળી છલકાવી દઈ સૈનિકો પ્રત્યે ફુલ નહી પણ ફુલની પાખંડી આપીને ઋણ અદા કરીએ તેવી અભિલાષા વ્યકત કરી હતી.

જિલ્લા સેવા સદન-2 ખાતે વીતેલા વર્ષમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીમાં સરકારી અર્ધ-સરકારી તેમજ ખાનગીક્ષેત્રો તરફથી સૌથી વધુ ફાળો આપનારા દાતાઓને ટ્રોફી, શિલ્ડ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીમાં રૂા.12.91 લાખના માતબર ફાળો એકત્ર કરી પ્રથમ આવનાર સુરત મહાનગરપાલિકાને ફરતી ટ્રોફી, શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બીજા ક્રમે 8.35 લાખના ફાળા સાથે સુરત જિલ્લા પંચાયત, ત્રીજા ક્રમે રૂા.6.06 લાખ સાથે સુરત મેનેજીંગ ડાયરેક્ટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જયારે રૂ.5.96 લાખના ફાળા સાથે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ પાંચમા ક્રમે રૂા.4.69 લાખ સાથે સુરત આર.ટી.ઓ. કચેરી રહી હતી. ઉપરાંત અન્ય સંસ્થાઓ તથા શાળાઓ તરફથી મળેલા અનુદાન બદલ સ્મૃતિ ચિન્હ તથા પ્રસંશાપત્ર એનાયત કરાયા હતા.

નોંધનીય છે કે, રાષ્ટ્રરક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોના પુનર્વસવાટ, પૂર્વ સૈનિકોની દીકરીઓને લગ્ન સહાય, ઉચ્ચક મરણોતર સહાય તેમજ મકાન રીપેર સહાય માટે ફાળાનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રસંગે સુડાના નાયબ કલેકટર આર.આર. બોરડ, સરકારી કચેરીઓના પ્રતિનિધિઓ, શાળાઓના આચાર્યો, સંસ્થાના પ્રતિનિધિઓ સહિત ફાળો આપનાર દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કોઈએ ફંડ આપવું હોય તો સરથાણા ખાતે ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસીડેન્સીની પાછળ આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે રોકડ અથવા ડ્રાફટ/ચેક આપીને સરકારી પહોચ મેળવી શકે છે.

સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે વીર સૈનિકોના લાભાર્થે ફાળો એકત્ર થાય તેવા આશયથી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પરિવાર દ્વારા આગામી તા.5/12/2019ના રોજ રાત્રે 8.30 વાગે હરિકૃષ્ણ કેમ્પસ, વ્રજચોકની બાજુમાં, સરથાણા જકાતનાકા ખાતે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરતની શાળાઓના વિદ્યાર્થીઓએ રૂા.5.96 લાખ ફાળો આપ્યોઃ

સશસ્ત્ર સેના ધ્વજદિનમાં સુરતની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ રૂા.5.96 લાખ જેટલો ઉદાર હાથે ફાળો આપીને સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણી દર્શાવી છે. જેમાં સૌથી વધુ ફાળો આપનાર સુરતની 11 સ્કુલોમાં પ્રથમક્રમે ન્યુ રાંદેર રોડ ખાતે આવેલી પ્રેસીડેન્સી સ્કુલે 51 હજાર, સર જે.જે.ઈગ્લિશ સ્કુલે રૂા.42,772, પાલનપુર પાટીયા ખાતેથી મતી ઈન્દિરાબેન ટેકરાવાલા હાઈસ્કુલે રૂા.29661, અમરોલી ખાતેની સુરત પીપલ્સ બેંક હાઈસ્કુલે રૂા.21000, પાલનપુર પાટિયાની ડી.આ.રાણા વિદ્યાસંકુલે રૂા.20000, ધોડદોડ રોડની સેટ ઝેવિયર્સ સ્કુલે રૂા.20 હજાર, કાપોદ્રાની એમ.એન.જે.માધ્યમિક શાળાએ રૂા.18110, ગોતાલાવાડી આઈ.પી.સવાણી હાઈસ્કુલની રૂા.18000, માંડવી તાલુકાની જ્ઞાનદિપ હાઈસ્કુલે રૂા.16705, અડાજણની વી.ડી.દેસાઈ માધ્યમિક શાળા ખાતે રૂા.15 હજાર એનાયત થઈ હતી.

વ્યકિતગત દાનવીરોએ ફંડ આપ્યું

સશસ્ત્ર સેના ધ્વજદિનમાં સૈનિકોના લાભાર્થે લોકોએ વ્યક્તિગત ફાળો પણ આપ્યો છે જેમાં રવજી બેચરભાઈએ રૂા.15810, શાંતીકુંજ વરિષ્ઠ નાગરિક મંડળે રૂા.12551, રોહિન ટ્રેડિગ કંપની ભેસ્તાને રૂા.11786, જયદેવ સુખદેવ પોંગડે રૂા.11111, સિનીયર સિટીઝન કલબ સુમુલ ડેરી રૂા.11000, પ્રો. બી.એમ.વાઢેરે રૂા.સાત હજાર, ડો.વી.ડી.ધિમન રૂા.5600, પ્રો.એસઆઈ.વૈખોમે રૂા.5200, પ્રો.કે.જી.ભુવાએ રૂા.5200, નાયબ કલેકટર આર.આર.બોરડે રૂા.5 હજાર, મતિ સવિતાબેન આર.લશ્કરીએ રૂા.પ હજાર, ડો.એસ.એસ.સિંહે રૂા.4400 તથા ડાહ્યા પટેલે રૂા.3000નો ફાળો આપ્યો છે.

છેલ્લા નાણાકીય વર્ષમાં સૈનિકોના 421 કેસોમાં રૂા.30.87 લાખ આર્થિક સહાય ચૂકવાઈઃ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.