પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત પર ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે દેશના 8-9 ટકા વિકાસ દરની આશા હતી. પરંતુ આ ઘટાડો થતા 4.5 ટકા પર આવી ગઇ છે. જે સ્વીકાર્ય નથી. તેણે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને તેનાથી પણ ખરાબ વાત એ છે કે સમાજની સ્થિતિ વધારે ચિંતાજનક છે.
પૂર્વ પીએમએ કહ્યું કે આજે કોઇપણ વાતથી ઇન્કાર કરી શકતા નથી કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી ઘટાડો થયો છે. તે ગંભીર પરિણામો ખાસ કરીને યુવાનો, ખેડૂતો અને ગરીબો પર વિનાશકારી અસરથી કોઇપણ ઇન્કાર કરી શકે નહીં.
ડોક્ટર મનમોહન સિંહે કહ્યું કે આજે જારી કરવામાં આવેલા જીડીપીના આંકડા જણાવે છે કે વિકાસ દર ઘટીને 4.5 ટકા થઇ ગઇ છે. આ સ્પષ્ટ રીતે નામંજૂર છે. આપણા દેશને 8-9 ટકા ગ્રોથની આશા હતી. પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5 ટકાના આંકડાથી ઘટીને બીજા ત્રિમાસિકમાં 4.5 ટકા થઇ ગઇ છે. જે ચિંતાની વાત છે. માત્ર આર્થિક નીતિઓમાં બદલાવથી અર્થવ્યવસ્થા પાટા નહીં આવે.
જણાવી દઇએ કે રાષ્ટ્રીય આંકડાકીય સમિતિએ શુક્રવારે જીડીપીના આંકડા બહાર પાડ્યા છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 4.5 ટકા રહી ગઇ છે. જે ગત ત્રિમાસિકથી 0.5 ટકા અને ગત વર્ષની સમાન અવધિથી 2.5 ટકા ઓછી છે. જે ગત સાઢા 6 વર્ષમાં સૌથી ઓછી જીડીપી ગ્રોથ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.