22 વર્ષીય ડૉક્ટર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓનો કેસ કોઈ પણ વકીલ લડશે નહીં. સ્થાનિક વકીલોએ નિર્ણય કર્યો છે કે ચારેય આરોપીઓને કોઈ પણ વકીલ દ્વારા કાનૂની મદદ મળશે નહીં. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોર્ટમાં રજૂ થયા પહેલા ચારેય આરોપીઓને શાદનગર પોલીસ સ્ટેશનમા રાખવામાં આવ્યા છે. આ ઘટનાથી નારાજ લોકો શનિવારે સવારે મોટા પ્રમાણમાં પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યુ. તેમણે આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની માગ કરી. પ્રદર્શનકારી નારેબાજી કરતા રહ્યા. પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે.
મહેબૂબનગર જિલ્લા બાર એસોસિએશને આ ઘટનાની આકરી ટીકા કરી અને પોતાના સમુદાયમાંથી આરોપીઓની મદદ નહીં કરવા કહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.