મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં મજબૂતાઈ આગળ વધી હતી સામે ચાંદીમાં પણ આંચકા પચાવી ભાવ ફરી ઉંચા બોલાયા હતા. વિશ્વ બજારમાં જોકે કિંમતી ધાતુઓ બેતરફી વધઘટ વચ્ચે અથડાઈ ગયાના સમાચાર હતા જ્યારે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરમાં નવો ઉછાળો દેખાતાં તેની અસર સોના-ચાંદીના ભાવ પર પોઝીટીવપડયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૧.૬૨ૈ વાળા રૂ.૭૧.૮૮ થઈ રૂ.૭૧.૭૪ બંધ રહ્યા હતા. ડોલરના ભાવ આજે વધુ ૧૨ પૈસા વધ્યા હતા. ભારતમાં જીડીપી, ફિસ્કલ ડેફીસીટ તતા કોર સેકટરના વિકાસના આંકડા નબળા આવ્યાના સમાચાર હતા તથા તેની પાછળ રૂપિયો નબળો પડયાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.કરન્સી બજાકમાં આજે યુરોના ભાવ ૧૩ પૈસા વધી ૭૮.૯૦થી ૭૮.૯૧ રહ્યા હતા.
જોકે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૨.૫૬થી ૯૨.૫૭ના મથાળે શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૪૫૯.૭૦ ડૅોલર તથા નીચામાં ૧૪૫૫.૪૦ ડોલર રહી સાંજે ભાવ ૧૪૫૬.૩૦ થી ૧૪૫૬.૪૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.