પામતેલમાં પુન: રેકોર્ડ ઉંચા ભાવ : રૂનો નવો પાક વધી 3.60 લાખ ગાંસડી આવવાનો અંદાજ બતાવાયો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી.  ભાવ જોકે મક્કમ રહ્યા હતા. દરમિયાન, કોટન એડવાઈઝરી બોર્ડના  જણાવ્યા મુજબ ૨૦૧૯-૨૦ના નવા રૂ વર્ષમાં  ઉત્પાદન વધી ૩૬૦ લાખ ગાંસડી થવાની આશા છે. દેશમાં કપાસમાં હેકટરદીઠ પેદાશ વધતાં નવો પાક મોટો આવવાની શક્યતા  બતાવાઈ છે. હેકટરદીઠ આવી ઉત્પાદકતા  આ વર્ષે ૪૪૩ કિલોથી વધી ૪૮૬  કિલો થઈ હોવાનું  સીએબીએ જણાવ્યું  હતું.

વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે નજીકની ડિલીવરીમાં   જોકે ૧૭ પોઈન્ટ નરમ હતો જ્યારે દૂરની ડિલીવરીમાંં  ભાપ ૨૪, ૨૧ તથા ૧૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. ત્યાં જોકે પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર નરમ હતા.  અમેરિકામાં  થેંક્સ ગિવીંગના તહેવારોના પગલે શિકાગો તથા ન્યુયોર્કના કૃષી બજારો બંધ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે  ૧૦ કિલોના ભવા સિંગતેલના રૂ.૧૦૩૦ રહ્યા હતા.  જ્યારે રાજકોટ બાજુ રૂ.૯૮૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૮૦થી ૧૫૯૦ રહ્યા હતા.  ત્યાં કોટન વોશ્ડના ભાવ જોકે ઉછળી રૂ.૭૬૦થી ૭૬૩ રહ્યા હતા.

મુંબઈ બજારમાં  આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૧૦ રહ્યા હતા. દરમિયાન, સિંગદાણાની ઓલ ઈન્ડિયા દૈનિક સરેરાશ આવકો હાલ આશરે ૪ લાખ ગુણી આવી રહી છે સામે લોકલ તથા નિકાસકારોની માગ નીચા ભાવોએ સારી રહ્યાના વાવડ હતા. મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૨૫ હજાર  ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૬૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૦૦થી ૯૫૦ રહ્યાના સમાચાર હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.