એસબીઆઇમાં ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બરમાં 26,757 કરોડ રૂપિયાની કોર્પોરેટ છેતરપિંડી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)માં ચાલુ નાણાકીય વષ 2019-20ના પ્રથમ સાત મહિનામાં જ કોર્પોરેટ છેતરપિંડીનું પ્રમાણ ગત સમગ્ર વર્ષમાં થયેલી કુલ છેતરપિંડીની સરખામણીમાં ત્રણ ગણું વધી ગયું ર્છે. ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બરમાં એસબીઆઇમાં 26,757 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. જ્યારે ગત સમગ્ર વર્ષમાં કુલ 10,725 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી.

વાસ્તવમાં એસબીઆઇથી જોડાયેલી કંપની એસબીઆઇ કાર્ડ્સનો ટૂંક સમયમાં આઇપીઓ આવવાનો છે. આ માટે કંપનીએ જે દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં આ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2017-18માં એસબીઆઇમાં ફક્ત 146 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી. નાણાકીય વર્ષ 2018-19માં છેતરપિંડીના કુલ 25 કેસ થયા હતાં જે 2019-20માં વધીને 48 સુધી પહોંચી ગયા છે. આ વર્ષે સૌથી નાની છેતરપિંડી પણ 100 કરોડ રૂપિયાની છે.

છેતરપિંડી વધવાનું કારણ એ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) બેંકો પર સતત દબાણ વધારી રહી છે કે તે છેતરપિંડીની ઘટનાઓ અંગે તાત્કાલિક અને સક્રિયતાથી રિપોર્ટ કરે. મધ્યસૃથ બેંકે બેંકોને એ પણ નિર્દેશ આપ્યા છે કે તે 50 કરોડ રૂપિયાની વધુની એનપીએને પણ છેતરપિંડી તરીકે જ જૂએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.