કિંમતી ધાતુની શુધ્ધતાની ખાતરી માટે સમગ્ર દેશમાં પહેલી જાન્યુઆરી, 2021થી સોનાના તમામ દાગીના-ઘરેણા પર હોલમાર્કિંગ ફરજીયાત બની જશે, એમ ગ્રાહકોની બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે કહ્યું હતું.
આ અંગેનું જાહેરનામું આવતા વર્ષે પંદરમી જાન્યુઆરીના રોજ જારી કરાશે અને તેન એક વર્ષ પછી તેની પર અમલ કરાશે.તમામ ઝવેરીઓને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)માં નોંધણી કરાવવી પડશે અને માત્ર હોલમાર્ક વાળા જ ઘરેણા વેચવા પડશે.
હોલમાર્ક એટલે સોનાના શુધ્ધતાની ખાતરીનું પ્રમાણપત્ર જે હાલમાં મરજીયાત છે. બીઆઇએસ એપ્રિલ 2000થી સોનાના દાગીના માટે હોલમાર્કિંગની સ્કીમ તો ચલાવે જ છે અને હાલમાં લગભગ 40 ટકા સોનાના ઝવેરાત પર હોલમાર્ક હોય છે જ.’
અમે આખા ભારતમાં સોનાના દાગીના માટે હોલમાર્કને ફરજીયાત બનાવી રહ્યા છીએ. આવતા વર્ષે પંદરમી જાન્યુઆરીના રોજ આ અંગેનું જાહેરનામું બહાર પાડીશું. અમલીકરણ માટે એક વર્ષનો સમય અપાશે. પંદર જાન્યુઆરી, 2021થી એ ફરજીયાત બની જશે’એમ પાસવાને પત્રકારનો કહ્યું હતું.
ઝવેરીઓ અને સોનીઓને તેમનો હાલનો સ્ટોક પુરો કરવા એક વર્ષનો સમય અપાશે, એમ તેમણે ઉમેર્યું હતું. આ નિર્ણય ગ્રાહકોના હિતને ધ્યાનામાં રાખીને લેવાયો હતો, ખાસતો નાના ગામડાઓ અને નાના શહેરોના સોનાના વેપારીઓને સુરક્ષા કવચ પુરૂં પાડવા આ નિર્ણય લેવાયો હતો.’ ગ્રાહકોના ઘરે જે ઘરેણા-દાગીના પડયા છે તેને અમે સ્પર્શ કરીશું નહીં, એમ મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું. સામાન્ય રીતે ઝવેરીઓ જુના દાગીનાને નવેસરથી બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.