ડાયમંડમાં મંદીને લઈને મહિલાઓ આગળ આવી, પતિ અને ભાઈને સાડીમાં સ્ટોન કે તોરણ બનાવીને આર્થિક મદદ કરે છે.
સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા પરિવાર શોક છવાયો છે. આ પરિવારના પુત્ર રજુ ખેનીએ ઝેરી દવા પિતા બે દિવસ પહેલા તેનું મોત થયું છે. રત્ન કલાકાર તરીકે કામ કરી સુરતમાં રહેતા રાજુના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. રાજુનો પરિવાર વતનમાં રહેતો હતો, જે તેના પર નભતો હતો. છેલ્લા સાત મહિનાથી હીરામાં મંદીને કારણે મહિને રૂ. 25 હજારનું કામ કરતો આ યુવક મહિને ફક્ત રૂ. 10 હજારનું કામ કરતો હતો.
આ જ કારણે પરિવારમાં આર્થિક સંકડામણ હતી. રાજુએ શનિવારે ઘર નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેના એક મિત્રને ફોન કરીને આની જાણકારી આપી હતી. મિત્રએ રાજુના પરિવારને સાથે લઈને તેની શોધખોળ શરૂ કરી હતી અને તેને દવાખાને ખસેડ્યો હતો. અહીં ટૂંકી સારવાર બાદ તેનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, કારણે કે પરિણારે મંદિને કારણે કમાઉ દીકરો ગુમાવી દીધો હતો.
રાજુભાઈ જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારના દરકે મકાનમાં રહેતા લોકો હીરા ઉધોગ સાથે જોડાયેલ હતા. આ વિસ્તારમાં મંદીમાં કોઈ પરિવાર ન ઉઝળે તે માટે હવે પરિવારની મહિલાઓ વહારે આવી છે. મહિલાઓ હવે પોતાના પતિ ભાઈ કે પરિવારની મદદ માટે સ્ટોન વર્ક કે તોરણ બનાવીને આર્થિક મદદ કરી રહી છે.
નમ્રતા નામની યુવતીના આગામી ફેબ્રુઆરીમાં લગ્ન છે. હીરામાં મંદીને કારણે તે સ્ટોન લગાવવાનું કામ કરે છે અને આનાથી મહિને રૂ. ત્રણ હજારની કમાણી કરે છે. પોતાના લગ્ન સમયે ભાઈને તકલીફ ન પડે તે માટે નમ્રતા આ કામ કરી રહી છે.
નમ્રતાની જેમ દક્ષા પણ પોતાના પતિને મદદ કરે છે. ડાયમંડમાં મંદીને કારણે હાલ દક્ષાના પતિની આવક ઘટી છે. આથી દક્ષા ઘરે તોરણ બનાવીને પતિને આર્થિક મદદ કરે છે. આવું કરીને દક્ષા મહિને રૂ. પાંચ હજારની કમાણી કરે છે. આનાથી ઘરનું ભાડું અને બાળકોની ટ્યુશન ફીનો ખર્ચ કાઢવામાં મદદ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.