શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસશે.
હજુ તો કમોમસમી વરસાદના કમરતોડ મારથી ખેડૂતો બેઠા પણ નથી થયા ત્યાં ફરીથી રાજ્ય માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં આગામી ચોથી ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા-આણંદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્ય વરસાદ પડી શકે છે. આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાત-મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી વકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.