ડાંગ : ડાંગ (Dang) જિલ્લાનાં સાપુતારામાં (Saputara) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાપુતારા ફરવા આવેલી નાસિકની (Nashik) સુષ્મા પગારે સનરાઇઝ પોઇન્ટ પરથી બે હજાર ફૂટની ખીણમાં ખાબકી હતી. જોકે આ ખીણમાં ઝાડી હોવાને કારણે આ મહિલાનો આબાદ બચાવ થયો છે. આ મહિલાને સ્થાનિક યુવકો બચાવીને બહાર લાવ્યાં હતાં.
આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજ્યનાં ગિરિમથક સાપુતારામાં છેલ્લા 24 કલાકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે 2.6 ઇંચ નોંધાયો હતો. ત્યારે સાપુતારામાં ફરવા આવેલા નાસિકનાં મહિલા સુષ્મા પગારે સનરાઇઝ માણવા માટે પોઇન્ટ પર ગયા હતાં. જ્યાં તેઓ પ્રોટેક્શન વોલનાં અભાવે બે હજાર ફૂટની ખીણમાં ખાબક્યા હતા. જોકે આ ખીણમાં ઝાડીઓ હોવાને કારણે સ્થાનિકોએ તરત જ બચાવી લીધી હતી. આ બાદ સ્થાનિકોએ તંત્ર પર રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે અહીં પ્રોટેક્શ વોલ ન હોવાને કારણે આવું થયું છે. આ તંત્રની બેદરકારી છે.
નોંધનીય છે કે સુરતના પીપલોદ ઈસ્કોન મંદિર પાછળ રહેતા ખંડુભાઈ પટેલ તેમના પરિવાર સાથે સાપુતારાની સહેલગાહે આવ્યા હતા. તેઓ પરિવાર સાથે ટેબલપોઈન્ટ ઉપર ડુંગરની ટોચ પર ગયા હતા ત્યારે એકાએક મુશળધાર વરસાદ સાથે વીજળીના કડાકાભડાકા શરૂ થતાં ઊભા રહી ગયા હતા. બાદમાં પરિવારને લઈ આવેલા કાર ચલાવનાર સંબંધી પંકજભાઈ સોલંકી (ઉ.વ. 27, રહે. જોખા, તા. કામરેજ) વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જોકે તેમની એકદમ બાજુમાં ઉભેલા તેજલબેન પટેલનો આબાદ બચાવ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.