ઇમરાન ખાનનો બેવડો મુખવટો, હિન્દુઓની વિરૂદ્ધ ટિપ્પણી કરનારને ફરી બનાવ્યો મંત્રી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હિન્દુ સમુદાયની વિરૂદ્ધ ટિપ્પણી કરનાર નેતાને ફરી એકવખત પંજાબ પ્રાંતનો સૂચના મંત્રી બનાવી દીધો છે. આપને જણાવી દઇએ કે પંજાબ પ્રાંતમાં સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના મંત્રી ફૈયાઝ ઉલ હસન ચૌહાણે હિન્દુઓની વિરૂદ્ધ ટિપ્પણી કરવા માટે આ વર્ષે માર્ચમાં પદ પરથી હટાવી દીધા હતા. એ સમયે સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનના જોરદાર વખાણ થયા હતા.

પાકિસ્તાની મીડિયા ડોનના એક રિપોર્ટના મતે ફૈયાઝ ઉલ હસન ચૌહાણે સોમવારના રોજ રજૂ કરેલા નોટિફિકેશનના મતે પંજાબના સૂચના મંત્રી તરીકે પુન:સ્થાપિત કરી દેવાયા છે. ચૌહાણને ઉપનિવેશ વિભાગના પોતાના વર્તમાન પોર્ટફોલિયો સિવાય સૂચના મંત્રી બનાવ્યા છે. આ મિયાં અસલમ ઇકબાલનું સ્થાન લેશે. વડાપ્રધાન ઇમરાન ખાનની તાજેતરની લાહોર યાત્રા બાદ આ નિર્ણય લેવાયો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મંત્રી ફૈયાઝ ઉલ હસન ચૌહાણને હિન્દુ સમુદાયની વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા પર ગઇ 5મી માર્ચના રોજ હટાવી દેવાયા હતા. તેના નિવેદન બાદ તેમની પાર્ટીના સભ્યો અને સોશિયલ મીડિયા યુઝર્સે આકરી ટીકા કરી હતી. ત્યારબાદ પીટીઆઈએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ટ્વીટમાં આગળ કહ્યું કે કોઇની માન્યતાઓ પર પ્રહાર કરવો કોઇ વિચારધારાનો હિસ્સો હોઇ શકે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.