રણવીર સિંહને 20માં આઈફા સમારોહમાં ફિલ્મ ‘પદ્માવત’ માટે બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
પોતાની એક્ટિંગના દમ પર હાલ બૉલિવૂડમાં રાજ કરનાર એક્ટર રણવીર સિંહનું વેક્સ સ્ટેચ્યું જલ્દી જ લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમાં લગાવાશે. બુધવારે આઇફા એવોર્ડ લેતી વખતે રણવીર કપૂરે આ જાણકારી આપી હતી. રણવીર સિંહને 20માં આઈફા સમારોહમાં ફિલ્મ ‘પદ્માવત’ માટે બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિગ્ગજ અભિનેત્રી અને રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણનું સ્ટેચ્યૂ પહેલેથી જ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવેલું છે. તેને ઉલ્લેખ કરતા રણવીરે કહ્યું કે, મારી સાસુ કહેતી હતી કે તમારે પણ મહેનત કરવી પડશે. અમે તારું પણ સ્ટેચ્યૂ ત્યાં જોવા માંગીએ છીએ.
દીપિકાના વેક્સ સ્ટેચ્યૂ અંગે વાત કરતા રણવીરે કહ્યું કે, હું તે ક્યારેય કહેવા નહીં માંગુ કે મારી પત્નીનું સ્ટેચ્યૂ ત્યાં સૌથી સેક્સી છે. મારે કહેવું પડશે કે દીપિકા પરફેક્ટનિસ્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.