પુણાગામમાં રહેતો ધો. 10નો વિદ્યાર્થી ખરાબ મિત્રોની સોબતમાં સ્પામાં ઐયાશી કરતો થઇ ગયો હતો અને બાદમાં આ મિત્રોએ જ સ્પામાં કોલગર્લ સાથેનો અશ્લીલ વીડિયો બનાવી વિદ્યાર્થીને બ્લેકમેઇલ કરી પોતાના ઘરનો જ ચોર બનાવી દીધો હતો.
પુણામાં રહેતા ધો. 10ના વિદ્યાર્થીને સ્પાના રવાડે ચઢાવી ૩ બ્લેકમેઇલ કર્યો હતો અને બાદમાં 8.70 લાખ પડાવી લીધા હતા. પુણા પોલીસે આ કેસમાં 3 મિત્રોની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વધુમાં અનૈતિક પ્રવૃત્તિ બદલ સ્પા સંચાલક સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
આ ધટનાની મળતી માહિતી પ્રમાણે, પુણામાં રહેતા નવીનભાઇ (નામ બદલ્યું છે) હીરા ઘસવાની શરણ પોલિસિંગ કરવાનું કામ કરે છે. મૂળ અમરેલીના વતની નવીનભાઇનો ૧૫ વર્ષીય પુત્ર ધો. ૧૦માં અભ્યાસ કરે છે. દરમિયાન તેમનો સગીર વયનો દીકરો ખરાબ મિત્રોની સંગતમાં સ્પાના રવાડે ચઢી ગયો હતો. વિદ્યાર્થીને પાંચેક વખત સ્પામાં લઇ જઇ સગીરને મજા કરાવી હતી અને બાદમાં આ મિત્રોએ સગીરનો અશ્લીલ વીડિયો પણ મોબાઇલમાં ઉતારી લીધો હતો.
આ વીડિયો થકી બ્લેકમેઇલિંગ કરાતા ગભરાયેલા સગીરે બદનામીથી બચવા ઘરમાંથી જ 8.70 લાખની ચોરી કરી બ્લેકમેઇલ કરતા મિત્રોને આપી દીધા હતા. દરમિયાન પિતાએ પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જયેશ ઉર્ફે જય નાનજી પરમાર, અશોક ઉર્ફે દેવ નાનજી પરમાર (બંને રહે. અયોધ્યા સોસાયટી, નાલંદા સ્કૂલ પાસે, પુણા- મૂળ ગારિયાધર, ભાવનગર) અને ધ્રુવ સુરેશ અધેરા (રહે. સુંદરબાગ સોસાયટી, પુણા- મૂળ પડઘરી, રાજકોટ)ન ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. દરમિયાન પુણા પોલીસે સ્પાની આડમાં દેહવિક્રયનો વેપલો કરવા બદલ સ્પા સંચાલક સામે પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સાએ શહેરમાં સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં આધુનિક કૂટણખાનાં ધમધમી રહ્યા હોવાની વધુ એક વખત ગવાહી પૂરી છે. પહેલાં બ્યૂટીપાર્લરની આડમાં દેહવિક્રયનો વેપલો ચાલતો હતો જ્યારે આજે સ્પા એન્ડ મસાજ પાર્લરના અપડેટ વર્ઝન સાથે હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલી રહ્યું છે.
શહેરના નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ સ્પા એન્ડ મસાજ પાર્લરો ફૂટી નીકળ્યા છે. એક અંદાજા પ્રમાણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૪૦૦થી વધુ સ્પા એન્ડ મસાજ પાર્લરો ધમધમી રહ્યા છે. અહીં વિવિધ મસાજના નામે કસ્ટમરોને તમામ પ્રકારની સર્વિસ પુરી પાડવી કહો કે મોજમજા કરાવવામાં આવે છે. અવનવા મસાજના નામે થેરાપિસ્ટના સ્વાંગમાં કોલગર્લ્સ બંધ રૃમમાં કસ્ટમરો સાથે હવસના ખેલ ખેલે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.