અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને કેસમાંથી હટાવી દીધા છે. રાજીવ ધવને ફેસબુક પોસ્ટ પર લખ્યું કે મને એ કહેવામાં આવ્યું છે કે મને કેસમાંથી હટાવી દીધો છે, કારણ કે મારી તબિયત સારી નથી. આ બિલકુલ બકવાસ વાત છે. જમીયતને એ હક છે કે તેઓ મને કેસમાંથી હટાવી શકે છે પરંતુ જે કારણ આપવામાં આવ્યું છે તે ખોટું છે.
રાજીવ ધવને કહ્યું કે બાબરી કેસના વકીલ (એડવોકેટ ઓન રેકોર્ડ) એજાજ મકબૂલે મને સસ્પેન્ડ કરી દીધા છે જે જમીયતનો કેસ જોઇ રહ્યા છે. કોઇપણ પ્રકારના ડિમોર મને સસ્પેન્ડનો પત્ર મોકલ્યો છે. આપને જણાવી દઇએ કે રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય મુસ્લિમ પાર્ટીઓનો પક્ષ મૂકયો હતો. તેમણે કહ્યું કે હવે આ કેસમાં સામેલ થશે નહીં. મને કહેવામાં આવ્યું છે કે મદનીએ મારા સસ્પેન્ડ અંગે કહ્યું છે. મારી તબિયતનો હવાલો આપતા મને હટાવી દેવાયો છે જો કે તે બિલકુલ બકવાસ વાત છે.
આની પહેલાં સોમવારના રોજ અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહેલી પુન:ર્વિચાર અરજી દાખલ કરાઇ. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુન:ર્વિચાર અરજી દાખલ કરી. એમ.સિદ્દીકીની તરફથી માંગણી કરવામાં આવી કે સંવિધાન બેન્ચના આદેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે, જેમાં કોર્ટે વિવાદાસ્પદ જમીનને રામ મંદિરનો પક્ષ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.