ગુજરાતના ખેડૂતોને પડતા પર પાટુ, આજે ફરીથી આ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

ગુજરાતમાંથી મેઘરાજા જવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના તમામ લોકોને ઝાટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે રાજ્યમાં 4 અને 5 ડિસેમ્બરના રોજ વરસાદની આગાહી કરી છે.

જૂનાગઢના કેશોદમાં કમોસમી વરસાદ થયો છે. અજાબ અને કેવદરામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે. કપાસ, ચણા, જીરૂં, ધાણાંના પાકને ભારે નુકસાન થયું છે. જૂનાગઢના માળિયા હાટીનામાં માવઠાનો માર ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન બની ગયો છે. અમરાપુર, કાત્રાસા, આંબલગઢ, તરસિંગડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતા શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે.

અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લાગવાયું છે. તારીખ 3થી લઈ 7 સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દરિયો રફ બનવાના પગલે માછીમારોને સાવચેત કરાયા છે. હાલ અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટો દરિયામાં હોવાની માહિતી સામે આવી રહી છે. ચાર તારીખ બાદ વરસાદની આગાહી પણ મોસમ વિભાગ દ્વારા અપાઈ છે. અમરેલીના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. પીપાવાવ પોર્ટ, જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવાયું છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.