મહેસાણા નગરપાલિકાએ ભાજપ કોંગ્રેસ ભૂલી બળાત્કારીઓને ફાંસી કરવા માંગ કરી

  • દેશમાં બળાત્કાર અને બાદમાં હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે મહેસાણા નગરપાલિકાએ સાધારણ સભામાં વિરોધ દર્શાવી ઠરાવ કરી સરકારને આ મામલે કડક ફાંસી જેવા પગલાં ભરવાની સર્વાનુમત્તે માંગ કરી હતી. મહેસાણા નગરપાલિકાએ ભાજપ કોંગ્રેસ ભૂલી વિરોધ દર્શાવી સરાહનીય કામગીરી કરી છે.

ગુજરાત સહિત ભારત દેશમાં વધી રહેલી બળાત્કારની ઘટના ના પડઘા મહેસાણા જિલ્લામાં જોવા મળ્યા હતા. આજે મહેસાણામાં નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હૈદરાબાદમાં રેપ વીથ મર્ડરની નિંદા કરી હતી અને તમામ પક્ષોએ ઉભા થઇ બે મિનિટનું મૌન પાળી દુઃખ સાથે વિરોધ દર્ષાવ્યો હતો. તેમજ બીજેપી તેમજ કોંગ્રેસ બન્ને પક્ષોએ સાથે મળી આ બાબતે હૈદ્રાબાદ તેમજ ગુજરાત સરકારને આ ઘટનાના આરોપીઓને ફાંસીની સજા ફટકારવા મામલે રજુઆત સાથે ઠરાવ પણ સર્વાનુમત્તે કર્યો.

આવી ઘટનાની આકરી નિંદા કરી ભાજપ કોંગ્રેસ પક્ષ ભૂલી એક થઈ વિરોધ દર્શાવી એકતા સાથે અન્ય નેતાઓને એક દાખલો બેસાડી સરાહનીય કામગીરી કરી. અને આવા કર્યો સામે પક્ષ ભૂલી અને વિરોધ કરવો જોઈએ તેવો દાખલો પણ બેસાડ્યો હતો. સભામાં હૈદરાબાદ રાજકોટ, વડોદરામાં થયેલ દુષ્કર્મ મામલે 2 મિનિ નું મૌન બોર્ડ એ પાળ્યું હતું. તમને જણાવી દઇએ કે, મહેસાણા પાલિકાની સામાન્ય સભા 8 માસ શરૂ થઇ હતી. પક્ષપાત ભૂલી બંને પક્ષોએ વિરોધ કરી ઠરાવ કરી સરાહનીય કામગીરી અદા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.