આરોપોથી દુખી પંકજા મુંડેના એક જ નિવેદને ભાજપના શ્વાસ અદ્ધર, અટકળોએ પકડ્યો વેગ

પોતાની નારાજગી અને પાર્ટી છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેનું આગામી પગલુ શું હશે તેને લઈને ભારોભાર સસ્પેન્સ છે ત્યારે જ તેમણે સસ્પેન્સ વધારતુ નિવેદન કરીને ભાજપના શ્વાસ અદ્ધર કરી નાખ્યા છે.

પંકજા મુંડેએ અચાનક જ ફેસબુક પર પોતાની નારાજગીના સંકેત આપ્યા બાદ ટ્વિટર પર બાયોથી ‘ભાજપ’ શબ્દ હટાવી દેતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. તેઓ પાર્ટીને અલવિદા કરી શિવસેનાના વાઘની સવારી કરે તેવું માનવામાં આવે છે.

એક તરફ પંકજા મુંડે દેવેન્દ્ર ફડણવીસથી ભારોભાર નારાજ હોવાની અટકળો વચ્ચે આજે તેમને દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને શ્રદ્ધાંજલિ આપતા ફેસબુક પર કમળનું નિશાન પોસ્ટ કર્યું હતું. હવે માનવામાં આવે છે કે કદાચ પાર્ટી સાથે તેમની નારાજગી દૂર થઈ ગઈ છે. જોકે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું છે કે, 12 મી ડિસેમ્બરે તેઓ પોતાના મનની વાત રજુ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.