પાટણ જિલ્લાના ભાજપ-કોંગ્રેસના આગેવાનો, વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, મહિલાઓ સહિત અગ્રણ્ય નાગરિકોને સાથે રાખી બનાવવામાં આવેલ મીડીયા ગ્રુપમાં મોડી રાત્રે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા પોતાના મોબાઈલ પરથી ગંદા અને અભદ્ર ૧૩ જેટલા વિડીયો વાયરલ કરી દેતા સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો હતો. અભદ્ર વીડિયો વહેલી સવારથી આગેવાનો સહિત જિલ્લાના ભદ્ર નાગરિકોના ધ્યાનમાં આવતા પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ કરતુત પ્રત્યે ફીટકાર વરસવા પામ્યો હતો.
પાટણ જિલ્લાના તમામ અગ્રગણ્ય નાગરિક આગેવાનો, પ્રબુધ્ધ મહિલાઓ અને સામાજીક સંસ્થાઓને સાથે રાખી બનાવવામાં આવેલ મીડીયા ગ્રુપમાં મુખ્ય ઉદ્દેશ પાટણ શહેર સહિત જિલ્લાભરમાં બનતી ઘટનાઓને લોકો સુધી પહોંચાડવાનો હોઈ વધુને વધુ લોકોને આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ચાલતા આ ગ્રુપમાં સમાચારો પ્રસિધ્ધ કરી લોકોને રોજીંદી બનતી ઘટનાથી વાકેફ કરાવવામાં આવતા હતા. જે ગ્રુપમાં પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલ, જી.આઈ.ડી.સી. ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર સહિતના આગેવાનો સામેલ હોઈ એકાએક રાત્રીના ૧૧:ર૮ ના સુમારે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજભાઈ ઝવેરીના મોબાઈલ પરથી ૧૩ જેટલા અભદ્ર વિડીયો ગ્રુપમાં અપલોડ કરાતા અને વહેલી સવારે લોકો દ્વારા આ ગ્રુપ ખોલતા અને અભદ્ર વીડિયો સામે આવતા શહેર સહિત જિલ્લાભરમાં હડકંપ મચી જવા પામ્યો હતો. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી દ્વારા અશ્વિલ વિડીયો મુકાતાં ફીટકાર વરસી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.