તા 24-09-2019
વાર: મંગળ
વિક્રમ સંવતઃ 2075
મહાવીર જૈન સંવતઃ 2545
શાલીવાહન શક સંવત: 1941
ખ્રિસ્તી સંવત: 2019
માસઃ ભાદરવા
પક્ષઃ વદ
તિથિ: દસમ
પારસી તા.: 09
મુસ્લિમ તા.: 24
નક્ષત્રઃ પુનર્વસુ
યોગ: પરિધ
કરણ: બવ
દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.
રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.
ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક છે, તેથી જન્મેલા બાળકોના નામ ડ.હ. અક્ષર પર રાખી શકાય.
આજનું ભવિષ્ય…
મેષ(અ.લ.ઈ): પારિવારિક સભ્યો તેમજ કુંટુંબીજનો સાથે વૈચારીક મતભેદની સ્થિતિ રહે. વધુ પડતા પુરુષાર્થના કારણે થાક અનુભવશો. દાંપત્યજીવનમાં મધુરતા જાળવી શકશો.
વૃષભ(બ.વ.ઉ): સંતાનોના આયોજન બાબતે સારી સફળતા મેળવી શકશો. પરોપકારતા તેમજ ધાર્મિક કાર્યો કરવાથી મન પ્રસન્ન રહે. મનોબળ મજબૂત બને. ધર્મકાર્યો પ્રત્યે રુચિ વધે.
મિથુન(ક.છ.ઘ): બીજાના સાથ સહકારથી જીવનને વધુ મધુર બનાવી શકશો. હરિફો ઉપર વિજય મેળવી શકશો. સુંદરતા પ્રત્યે આકર્ષણ વધે. ઉપરી અધિકારી વર્ગ સાથેના સંબંધો સુધરી જાય.
કર્ક(ડ.હ.): માનસિક શાંતિ મેળવી શકશો. લોકોપયોગી કાર્યો કરવાથી ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. મિત્રો સાથે સંબંધો મધુર બને. ધાર્મિક ભાવના વધે. મહત્ત્વના કાર્યો કરી શકાશે.
સિંહ(મ.ટ.): કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવાથી હાનિ થઈ શકે. સ્વભાવે વધુ ચિડચિડિયા અને ઉગ્ર બની જવાથી સહી સિક્કાની બાબતમાં સાવધ રહેવું. અન્યોને સહાયભૂત થઇ શકશો.
કન્યા(પ.ઠ.ણ.) : ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશો. યાત્રા-પ્રવાસમાં સારી પ્રગતિ સાધી શકશો. નોકરીયાત વર્ગને બઢતી સાથે બદલી મળે. લાંબા સમયથી અધૂરા રહેલાં કાર્યોમાં સરળતાથી સફળતા મળે.
તુલા(ર.ત.): ઘર સજાવટની વસ્તુઓ પ્રત્યે સુંદરતા પ્રત્યે આકર્ષણ વધશે. દાંપત્યજીવન મધુર બને. વિખૂટા પડેલા સ્નેહીનું આજે મધુર મિલન થાય. મિત્રો-સ્નેહીઓમાં આદરભર્યુ સ્થાન મેળવી શકશો.
વૃશ્ચિક(ન.ય.): વધુ બુદ્ધિશાળી અને સ્પષ્ટ વક્તા બનશો. આત્મવિશ્વાસથી કરેલા કાર્યોમાં સફળતા મળે. સ્મરણશક્તિમાં વધારો થાય. સ્વજનોનો કાર્યક્ષેત્રે સાથ-સહકાર મળી રહેશે.
ધન(ભ.ધ.ફ.ઢ.): ઉતાવળીયા નિર્ણયોને કારણે આર્થિક હાનિ થઈ શકે. કાર્યક્ષેત્રે નિષ્ફળતા મળવાથી મન અશાંત રહે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. યોગ્ય સમયે આવેલી તકો ઝડપી લેવાથી વધુ ફાયદો થાય.
મકર(જ.ખ.): પોતાના આનંદ ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે વડીલો તેમજ મિત્રોનો પૂર્ણ સહકાર મળી રહે. સામાજિક દૃષ્ટિએ માન પ્રતિષ્ઠા મેળવશો. ભૂતકાળમાં કરેલા સ્થાયી પ્રોપર્ટી અંગેના રોકાણોથી લાભ થાય.
કુંભ(ગ.શ.સ.): માનસિક શાંતિ મેળવી શકશો. સ્થાયી પ્રોપર્ટી અંગેના આયોજનથી વિશેષ લાભ થાય. સમાજ, પરિવારમાં યશ કિર્તી મેળવશો. મહત્ત્વના કાર્યો માટેનું આયોજન કરી શકશો.
મીન(દ.ચ.ઝ.થ.): બુદ્ધિશાળી અને તેજસ્વી બનશો. દૂરના મિત્રોથી લાભ થાય. મહત્ત્વાકાંક્ષોઓની પૂર્તિમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સહકાર્યકર્તાઓનો શ્રેષ્ઠ સહકાર મળી રહેશે.
——
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.