15 ડિસેમ્બરથી બદલાઈ જશે આ બેન્કના નિયમો, જાણી લો નહીંતર તમારા જ પૈસા હશે છતાં….

જો તમારું બચત ખાતું દેશની બીજી સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્કમાં છે તો આ સામાચાર તમારા માટે છે. જેનાથી તમને મોટું નુકસાન થઇ શકે છે. જોકે, ICICI બેન્ક 15 ડિસેમ્બરથી કેશ ટ્રાન્જેક્શન ચાર્જમાં બદલાવ કરવા જઇ રહી છે. 15 ડિસેમ્બરથી એક નક્કી કરેલી લિમિટથી વધારે કેશ ટ્રાન્જેક્શન તમને વધારે ચાર્જ આપવો પડશે.

આઇસીઆઇસીઆઇ બેન્કની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, કેશ ટ્રાન્જેક્સનમાં જમા અને ઉપાડ બન્ને સામેલ છે. રેગ્યુલર બચત ખાતાધારકો બેન્ક તેમની બ્રાન્ચમાં એક નિશ્ચિત સંખ્યા સુધી ફ્રી કેશ ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે. બેન્ક અલગ-અલગ બેન્ક ખાતા પર જુદી-જુદી ફ્રી કેશ ટ્રાન્જેક્શનની સીમા નક્કી કરી છે. આ લિમિટની બહાર જવા પર ખાતાધારકો પાસેથી ચાર્જ વસુલ કરે છે.

ગ્રાહક હોમ બ્રાન્ચથી જમા તેમજ ઉપાડ મળીને એકાઉન્ટથી દર મહીને 2 લાખ રૂપિયા કોઇ ચાર્જ વગર નીકાળી શકશે. 2 લાખ રૂપિયાથી વધારે રકમ પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબથી ચાર્જ હશે. જે મિનિમમ 150 રૂપિયા હશે. નૉન- હોમ બ્રાન્ચના મામલામાં એક દિવસમાં 25000 રૂપિયા સુધી કેશ ટ્રાન્જેક્શન ફ્રી હશે. 25000 રૂપિયાથી વધારે ટ્રાન્જેક્શન પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબથી ચાર્જ લાગશે. જે મિનિમમ 150 રૂપિયા હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.