પરીક્ષાર્થીઓ પર પોલીસ દમન LIVE: છોકરીઓને ઊંચી કરીને પોલીસ વાનમાં ધકેલી, યુવાન પોલીસનાં પગે પડ્યો

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કોંગ્રેસે ઉઠાવેલાં મુદ્દા બાદ સમગ્ર ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુક યુવાનોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અને પોતાની હકની લડાઈ માટે હજારોની સંખ્યામાં ગાંધીનગર ખાતે એકઠા થઈ શકે છે. અને આ માટે યુવાનો ગાંધીનગર ખાતે પહોંચવા પણ લાગ્યા છે. તો બિન સચિવાલય ખાતે એકઠાં થવાનાં વાયરલ મેસેજ અંગે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી લીધો છે. તો સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલાં યુવાનોને પોલીસે ભગાડ્યા હતા. ખાખી અને લાઠીનાં ડરને કારણે વિદ્યાર્થીઓને દોડવા મજબૂર થવું પડ્યું હતું. શું ગુજરાતમાં શાંતિથી વિરોધ કરી રહેલાં યુવાનો સામે આ દમન કેટલું યોગ્ય ગણાય. શું સરકાર ખાલી હાથે આવેલાં યુવાનોથી એવી તે કેવી ફફડી ઉઠી કે તેઓને પોલીસે દોડાવવા મજબૂર કરી દીધી.

બિન સચિવાલય ક્લાર્ક મુદ્દે ગેરરીતિ મામલે ગુજરાતભરનાં યુવાનોમાં ભારે રોષ વ્યાપી નીકળ્યો છે. વર્ષો સુધી મહેનત કરવા છતાં પણ જ્યારે પરીક્ષામાં છબરડાં બહાર આવે છે તો નોકરી ઈચ્છુક ઉમેદાવારોમાં નિરાશા ફેલાઈ જાય છે. અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાદ ઠોસ કાર્યવાહી કરવાની માગ સાથે ગુજરાતભરમાંથી યુવાનો ગાંધીનગર ખાતે કૂચ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયમા આ અંગેનાં મેસેજ પણ વાઈરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 4 ડિસેમ્બર મહારેલી-મહાસંગ્રામ, ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ. સોશિયલ મીડિયામાં આ પ્રકારનાં મેસેજ વાઈરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. અને ગાંધીનગરમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો સુરત સહિતનાં વિવિધ વિસ્તારોમાંથી યુવાનો ટ્રેન અને બસ મારફતે અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.