સૂડાનમાં સિરામિક ફેક્ટ્રીમાં એલપીજી ટેંકરમાં વિસ્ફોત થતા 23 લોકોના મોત નિપજ્યા છે જેમાં 18 ભારતીયોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 130થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટનાની પુષ્ટી કરતા તત્કાળ ઈમરજન્સી નંબર જાહેર કરી દીધો છે. તો સૂડાનમાં રહેલા ભારતીય રાજદૂતે જણાવ્યું હતું કે સૂડાનના ખાર્તૂમમાં સીલા સિરામિક ફેક્ટરીમાં ઘટેલી આ ઘટનામાં 16 ભારતીયો લાપતા છે.
દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે 18 ભારતીયોના મોત થયા છે પણ હજી સુધી સત્તાવાર તેની પુષ્ટિ થઈ શકી નથી. દૂતાવાસે હોસ્પિટલમાં દાખલ કરાયેલા, લાપતા અને દુર્ઘટનામાં જીવતા બચી ગયેલા ભારતીયોની યાદી બહાર પાડી છે. દૂતાવાસે યાદી જાહેર કરતા કહ્યું છે કે, મૃતકોની યાદીમાં લાપતા લોકોના નામ પણ હોઈ શકે છે કારણ કે ખરાબ રીતે સળગી જવાના કારણે મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
આ દુર્ઘટના સીલા સિરામીક ફેક્ટરીમાં બની હતી જે ખાર્તૂમના બહરી વિસ્તારમાં છે. ઘટના બાદ 16 ભારતીયો ગુમ છે. એમ્બેસીએ તેમના નિવેદનમાં કહ્યું કે છેલ્લા રિપોર્ટ પ્રમાણે 18 લોકોનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. અમુક લોકો ગુમ છે જેમના વિશે હજુ માહિતી મળવાની બાકી છે. મૃતદેહ ખૂબ સળગેલા હોવાથી ઓળખનું કામ પણ અઘરૂ બન્યું છે. બુધવારે એમ્બેસીએ જે લોકો ગુમ છે તેમજ જે લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમની એક યાદી પણ બહાર પાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.