આર્થિક મંદીના અણસાર વચ્ચે મોદી સરકાર દેશના કરોડો લોકોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોદી સરકાર નોકરીયાતોને લઈને મહત્વની જાહેરાત કરી શકે છે. સરકાર મીડલ ક્લાસને ઈન્કમ ટેક્સ સ્લેબમાં કટોતીની ગીફ્ટ આપી શકે છે. નાણામંત્રી નિર્મલા સિતારમન 1 ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થનારા બજેટમાં આ બાબતની જાહેરાત કરી શકે છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં ઓછી અને મધ્યમ આવકવાળા પગારદારો માટે રાહતની જાહેરાત કરતા સરકાર વ્યક્તિગત ઈન્કમ ટેક્સના દરમાં ફેરફાર કરી શકે છે.
ઈન્કમ ટેક્સના રેટમાં ફેરફારથી પગારદાર મીડલ ઈન્કમ ક્લાસને રાહત મળી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ભરવામાં આવેલા પગલાનો કોઈ ખાસ લાભ આ વર્ગને નથી મળ્યો. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં મોટા ઘટાડાનો નિર્ણય લીધો હતો.
સૂત્રો અનુસાર, ન્યુ ડાયરેક્ટ ટેક્સ કોડને લઈ રચેલા ટાસ્ક ફોર્સની બલામણ અનુસાર, પણ ઈન્ડીવ્યુઝ્યલ ઈન્કમ ટેક્સમાં છૂટની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. ટાસ્ક ફોર્સે આ વર્ષે ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ જમા કર્યો હતો. નાણા મંત્રાલય આ રિપોર્ટ પર વિચાર કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.