RBI બેંક નાદાર થશે તો તમને ફક્ત 1 લાખ રૂપિયા મળશે, બાકીના રૂપિયા ડૂબશે

આપણા પૈસા સુરક્ષિત રાખવા માટે બેંક સૌથી સેફ જગ્યા ગણાય છે. પરંતુ હવે બેંક ખાતામાં ભલે લાખો કે કરોડો રૂપિયા પડ્યા હોય પણ જો બેંક નાદાર થઈ તો ગ્રાહકને માત્ર 1 લાખ રૂપિયા જ મળશે. RBIની સહયોગી પેટાકંપની ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)એ RTIના જવાબમાં આ માહિતી આપી હતી. DICGC એક્ટ 1961ની કલમ 16 (1) હેઠળ જો કોઈ બેંક નાદાર થાય અથવા દેવામાં ડૂબી જાય તો આવા કિસ્સામાં ખાતાધારકને ફક્ત 1 લાખ રૂપિયા મળશે, પછી ભલે તમે 10 લાખ પણ જમા કરાવ્યા હોય. આ નિયમ તમામ બેંકોને લાગુ પડે છે. તેમાં વિદેશી બેંકો પણ સામેલ છે, જેમને RBI પાસેથી લાઇસન્સ મળે છે.

આ બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, કરન્ટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાંને કવર કરે છે. અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ સરકારી અથવા ખાનગી બેંક ડૂબી નથી અને ન તો તેને નાદાર જાહેર કરવામાં આવી છે. પરંતુ PMC બેંક કૌભાંડ બાદ લોકોમાં બેંક ડિપોઝિટને લઇને થોડો ડર બનેલો હતો. એક માહિતી મુજબ, 70% લોકોએ તેમના પૈસા કાઢી લીધા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.