20 સપ્ટેમ્બરે રોકાણકારોએ 6,82,938.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સોમવારે બજારમાં તેજીને પગલે રોકાણકારોએ 4,27,311.92 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો
અઠવાડિયા પહેલા ટ્રેડિંગના દિવસે જ ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. ગત શુક્રવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ શેર માર્કેટમાં ઉપલા મથાળેથી ખરીદદારીમાં વધારો થતાં અને પોઝીટીવ સેન્ટિમેન્ટના પગલે બજાર ઐતિહાસિક ઉછાળા જોવા મળ્યો હતો.
સોમવારે પણ શેર માર્કેટમાં તેજીનો દોર યથાવત જોવા મળ્યો હતો. રવિવારે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ સોમવારે ભારતીય બજારને મજબૂત શરૂઆત અને સપોર્ટ મળ્યો હોય તેવું રોકાણકોરાનું માનવું છે. પ્રમુખ સૂચકાંક બીએસઈ સેન્સેક્સ ટ્રેડિંગ દિવસના અંતે 1075.41 અંક એટલે કે 2.83 ટકા વધીને 39,090ના લેવલે જ્યારે નિફ્ટી 50 આંક 326 પોઈન્ટ એટલે કે 2.89 ટકા કૂદીને 11,600 નજીક સેટલ થયા હતાં. મિડકેપ અને સ્મોલકેપમાં પણ અનુક્રમે: 3.08 ટકા અને 2.73 ટકાની તેજી જોવા મળી હતી.
આ ઉપરાંત બેંક નિફ્ટી ઈન્ડેક્સ 1584 અંક વધીને 30,566ના લેવલે બંધ આવ્યો હતો. જ્યારે અન્ય સેક્ટર જેમકે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.99 ટકા, મેટલ ઈન્ડેક્સ 0.77 ટકા અને મીડિયા ઈન્ડેક્સ 1.27 ટકાના વધારા સાથે સેટલ થયા હતાં.
શુક્રવાર અને સોમવારે એમ બે દિવસમાં શેર માર્કેટમાં સેન્સેક્સ 3300 પોઈન્ટનો જંગી ઉઠાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 1921 અંક કૂદીને સેટલ થયો હતો. જ્યારે સોમવારે ટ્રેડિંગ દિવસ દરમિયાન 1425થી વધુનો ઉછાળો નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.