રાજકોટનાં ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં આજે મહિલાઓએ હોબાળો મચાવ્યા બાદ નવો ખુલ્લાસો થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં સંત રાજકોટની મહિલાને વીડિયો કોલ અને ફેસબુકમાં મેસેજ કરતા હોવાના સ્ક્રિન શોટ સામે આવ્યા છે.
રાજકોટ ખાતેના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રાકેશ પ્રસાદની ગાદી હોવાથી એજન્દ્ર પ્રસાદ જૂથની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ હોબોળો મંદિર ખાતે શાકોત્સવ દરમિયાન થયો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફેસબુકથી મહિલાને વીડિયો કોલ કરે છે. મહિલાઓએ મંદિર ખાતે “ખોટા સ્વામી ન જોઈએ”ના નારા સાથે હોબાળો મચાવ્યો હતો. જે બાદમાં પોલીસે મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો.
શું છે સમગ્ર ઘટનાનો આખો મામલો?
રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર વડતાલ મંદિર હસ્તક આવે છે. ત્યારે બુધવારે અજેન્દ્ર પ્રસાદનાં અનુયાયી મહિલાઓ હરીભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સ્વામિ દ્વારા મહિલાઓ સાથે અણછાજતું વર્તન સામે આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને ખોટા સ્વામી ન જોઇનાં નારા લગાવ્યા હતા. બુધવારે સ્વામિનારાયણ મંદિરમાં શાકઉત્સવ યોજવામાં આવ્યો હતો એ દરમિયાન હોબાળો મચતા પોલીસે મધ્યસ્થિત થવું પડ્યું હતું. જોકે મહિલાઓનું કહેવું છે કે, ભુપેન્દ્ર રોડ મંદિરે દર્શન કરવા જતા રાકેશ પ્રસાદ સ્વામિનાં અનુયાયીઓ દ્વારા તેમને મંદિરમાંથી બહાર કાઢવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહિં સંતો મહિલાઓની સાથે બેસતા હોવાનો પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.