દુષ્કર્મને લઇ જયા બચ્ચન બરાબરનાં સમસમી ગયા, કહ્યું – મન થાય છે કે સામે હોય તેને…

સમાજવાદી પાર્ટીની સાંસદ અને બોલીવૂડ એક્ટ્રેસ જયા બચ્ચને યૂપીમાં મહિલાઓની સાથે થઈ રહેલા અપરાધોને લઇને યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. જયા બચ્ચને બેધડક કહ્યું કે, યૂપીમાં ક્યાંય પણ કોઈ સુરક્ષિત નથી. એટલું જ નહીં તેમણે પત્રકારોને ત્યાં સુધી કહી દીધું કે જો તે યૂપીની ઘટનાઓ જણાવવા લાગશે તો તેઓ (પત્રકારો) ચોંકી જશે. મહિલા અપરાધનાં મુદ્દા પર જયા બચ્ચન એટલા નારાજ જોવા મળ્યા કે તેમણે સામે ઉભેલા પત્રકારોને ત્યાં સુધી કહી દીધું કે, “મને લાગે છે કે ક્યાં ગુસ્સામાં…તમે લોકો ઉભા છો…તમને લોકોને પકડીને ના મારી દઉં…’ જો કે આના તરત બાદ માહોલને હળવો કરવા માટે તેઓ હસવા લાગ્યા.

દેશભરમાં મહિલાઓ પર અત્યાચારોનાં બનાવ વધ્યા

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં ડૉક્ટર સાથે રેપ અને હત્યાનાં મામલે જયા બચ્ચને થોડાક દિવસો પહેલા કહ્યું હતુ કે બળાત્કારીઓને ભીડનાં હવાલે કરી દેવા જોઇએ. જો કે હૈદરાબાદની ઘટના બાદ પણ દેશભરમાં મહિલાઓની સામે અપરાધની ઘટનાઓ સામે આવી રહી છે. ગુરૂવારનાં યૂપીનાં ઉન્નાવમાં એક ગેંગરેપ પીડિતાને સળગાવીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો એક દિવસ પહેલા ચિત્રકૂટમાં પોલીસ કેન્દ્રમાં યુવતીની લાશ મળવાથી હડકંપ મચી ગયો. રેપ બાદ યુવતીની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રશ્નોને લઇને જયા બચ્ચન ગુરૂવારનાં સંસદની બહાર યૂપી સરકાર પર નારાજ જોવા મળ્યા. પત્રકારોનાં પ્રશ્નોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, “અરે ઉત્તર પ્રદેશમાં ક્યાં સુરક્ષા છે? કોઈની સુરક્ષા નથી. હમણા તમને યૂપીની ઘટનાઓ જણાવીશ તો ચોંકી જશો.” તેમણે વધુમાં કહ્યું કે, “આ શું થઇ રહ્યું છે. ચિત્રકૂટમાં પોલીસ સ્ટેશનમાં જે થયું? શરમની વાત છે… અમે આ મુદ્દાને સદનમાં નથી ઉઠાવી શકી રહ્યા. જો આપણે ઘણા સખ્ત શબ્દો યૂઝ કરીએ છીએ તો કહેવામાં આવે છે કે તમારે આ ના બોલવું જોઇએ. શું કરું હું? અત્યારે તો મને લાગે છે કે ક્યાંક ગુસ્સામાં હું…અત્યારે તમે લોકો સામે ઉભા છો…તમને પકડીને ના મારી દઉં.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.