મલાઈદાર મંત્રાલયો માટે શિવસેના-NCP-કોંગ્રેસ વચ્ચે ડખો! CM ઉદ્ધવની નાવડી હાલક-ડોલક!

મહારાષ્ટ્રમાં એક મહિના સુધી ચાલેલા રાજકીય ઘમાસાણ બાદ શિવસેના પ્રમુખે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રીના શપથ તો લઈ લીધા પણ કેબિનેટના મંત્રીઓને હજી સુધી કોઈ જ પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા નથી. શિવસેનાની સાથોસાથ ગઠબંધનના સહયોગી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મુખ્ય વિભાગોની વહેંચણીની ખેંચતાણને કારણભૂત માનવામાં આવે છે.

સીએમ ઠાકરેની સાથે જ 28 નવેમ્બરે એનસીપી ધારાસભ્ય જયંત પાટિલ અને છગન ભૂજબળ, કોંગ્રેસના ધારાસભ્ય બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત, શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ કેબિનેટના સભ્યો તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતાં.

એક મંત્રીએ પોતાની ઓળખ ના આપવાની શરતે કહ્યું છે કે, અમે આશા રાખી રહ્યાં હતાં કે તમામ મંત્રીઓને ટુંક સમયમાં જ પોર્ટફોલિયો સોંપવામાં આવશે. પરંતુ હવે મહત્વના વિભાગોની માંગણીને લઈ પોર્ટફોલિયોની વહેંચણીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે પ્રશાસન પર વિપરીત અસર પડી રહી છે. કારણ કે ચૂંટણી પરિણામ જાહેર થયાને એક મહિનો થવા આવ્યો પણ હજી સુધી કોઈ જ કામ થઈ શકતુ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.