માત્ર 39,300 રૂપિયામાં ખરીદો નવા Apple iPhone 11, આ છે ફોન મેળવવા ની પ્રક્રિયા
હાલમાં જ 10 સપ્ટેમ્બરે Appleએ iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max લૉન્ચ કર્યા છે. આ ફોનની ઘણી ચર્ચા પણ થઈ પરંતુ તેની કિંમતને જોતાં ઘણા લોકો માટે તેને ખરીદવા મુશ્કેલ છે. તો હવે અમે આપને એવી રીતે બતાવીએ છીએ જેનાથી આપને આ ફોનની કિંમત માત્ર 39,300 રૂપિયા જ પડશે.
ભારતમાં બૅઝ મૉડલ iPhone 11ની કિંમત 64,900 રૂપિયા છે. પરંતુ તેને તમે એક ખાસ રીત અપનાવીને 39,300 રૂપિયામાં ખરીદી શકો છો. જો તમારી પાસે HDFC Infinia Credit Card કાર્ડ છે તો આ તમારા માટે ઘણો સસ્તો સોદો સાબિત થશે.
એક હિન્દી વેબપોર્ટલ મુજબ, આ કાર્ડથી Apple iPhone 11 ખરીદવા પર આપને 6 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત કાર્ડ પર આપને જ રિવાર્ડ્સ પોઇન્ટ્સ મળશે તેની કિંમત 19,600 રૂપિયાની બરાબર હશે. આ કાર્ડ પર 10X રિવાર્ડ્સ પોઇન્ટ્સ મળી રહ્યા છે. નોંધનીય છે કે, આ ઑફરનો ફાયદો આપને માત્ર HDFC Infinia Credit Card કાર્ડ પર જ મળશે.
હવે તમે રિવોર્ડ પોઇન્ટ્સ દ્વારા બચાવવામાં આવેલા 19,600 રૂપિયા અને 6,000 રૂપિયા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની ગણતરી કરશો તો iPhone 11ની ઇફેક્ટિવ કિંમત આપના માટે 39,300 રૂપિયા આવશે.
નોંધનીય છે કે, iPhone 11નું પ્રી બુકિંગ ચાલી રહ્યું છે અને આ ફોન 27 સપ્ટેમ્બરથી મળવાનું શરૂ થઈ જશે. તેને Appleના ઑથોરાઇઝ્ડ સ્ટોર્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમથી બુક કરાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.