ફ્લિપકાર્ટે ભારતીય બજારમાં નોકિયા-બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી લોન્ચ કરવા માટે નોકિયા સાથે ભાગીદારી કરી છે. ઓનર, મોટોરોલા, વનપ્લસ અને હ્યુઆવેઇ પછી નોકિયા સ્માર્ટ ટીવી માર્કેટમાં પ્રવેશનાર પાંચમી સ્માર્ટફોન કંપની હશે. નોકિયાના ટૂંક સમયમાં લોન્ચ થનાર સ્માર્ટ ટીવીની કેટલીક મહત્વપૂર્ણ જાણકારી ઓનલાઇન લિક થઈ ગઈ છે. લીક થયેલી તસવીરમાં, ટેલિવિઝનની કોર્નર ફ્રેમ ડિઝાઇન બે ખૂણાથી બહાર આવી છે.
Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે. આ ઉપરાંત તેમાં 2.25GB રેમ અને 16GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. સાથે જ અહીં કનેક્ટિવિટી માટે ત્રણ HDMI પોર્ટ, બે USB (2.0 અને 3.0) પોર્ટ, Wi-Fi અને બ્લ્યૂટૂથ 5.0નો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
પહેલાં Nokia બ્રાંડેડ સ્માર્ટ ટીવીની કિંમત 41,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટ ટીવીનો સેલ 10 ડિસેમ્બરથી શરૂ થશે. ગ્રાહક તેને ફ્લિપકાર્ટ પરથી જ ખરીદી શકશે. 41,999 રૂપિયાની કિંમતમાં Nokia સ્માર્ટ ટીવીના ગ્રાહકોને સ્ટેન્ડ, વોલ માઉન્ટ અને એક બ્લ્યૂટૂથ રિમોટ સાથે મળશે. આ રિમોટમાં વોઇસ કમાન્ડ માટે ગૂગલ આસિસ્ટન્ટનું સપોર્ટ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.