મહિલાઓ વિરૂદ્ધ દેશભરમાં સતત વધી રહેલી ગુનાઈત ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દેશભરના તમામ પોલીસ સ્ટેશનમાં મહિલા ડેસ્ક બનાવવાનો નિર્ણય લીધો છે.
આ પોલીસ સ્ટેશન માટે ગૃહમંત્રાલયે નિર્ભયા કાંડે 100 કરોડ રૂપિયાનું ફંડ ફાળવેલુ છે. આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવશે. ગૃહમંત્રાલયે પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક બનાવવાની યોજનાને મંજુરી આપતા નિર્મયા ફંડમાંથી 100 કરોડ રૂપિયાની રકમ મંજુર કરી દીધી છે.
પોલીસ સ્ટેશનોની મહિલાઓ માટે અનુકૂળ અને પહોંચવા યોગ્ય બનાવવા માટે મહિલા સહાયતા ડેસ્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કોઈ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ મહિલા ડેસ્ક પર જઈને કરી શકશે. આ ડેસ્ક પર અનિવાર્ય રૂપે મહિલા પોલીસ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.