બળાત્કાર માટે પોર્ન સાઇટ જવાબદાર, તેના પર પ્રતિબંધ મુકાવો જોઇએ:નીતીશ કુમાર

બિહારમાં મુખ્યપ્રધાન નિતિશ કુમારે હૈદરાબાદમાં એક પશુ ચિકિત્સક યુવતીની સાથે સામુહિક બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખવામા આવી તે ઘટના અને બિહારનાં બક્સર અને સમસ્તીપુરમાં યુવતીઓને જીવતી સળગાવી નાખવાની ઘટના માટે સોશિયલ સાઇટોને જવાબદાર ઠરાવતા શુક્રવારે કહ્યું કે પોર્ન સાઇટ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.આ સાઇટો પર ગંદી ચીજો બતાવવામાં આવે છે.જેનાથી યુવાનોની માનસિક્તા બગડે છે.

બિહારનાં ગોપાલગંજમાં જળ-જીવન-હરીયાળી યાત્રા પર શુક્રવારે આવી પહોંચેલા નિતિશ કુમારે એક સભાને સંબોધિત કરતા કહ્યું કે સોશિયલ સાઇટમાં કેટલુંક સારૂ પણ છે.પરંતું તેનો દુરૂપયોગ પણ થાય છે.સોશિયલ મિડિયા સારૂ છે તો ખરાબ પણ છે.

નિતિશ કુમારે કહ્યું કે ‘સોશિયલ મિડિયાનો દુરૂપયોગ યોગ્ય નથી,પોર્ન સાઇટ ખોટું કામ કરે છે.તેનાથી માનસિક્તા બગડે છે.તેના પર તાત્કાલીક પ્રતિબંધ મુકાવો જોઇએ.’

તેમણે કહ્યું કે પોર્ન સાઇટ ગંદી ચીજો બતાવે છે,તેમણે કહ્યું કે તે કેન્દ્ર સરકારને કહેશે કે બિહાર સહિત સમગ્ર દેશમાં આવી સાઇટને બંધ કરી દેવી જોઇએ,સોશિયલ સાઇટ પર પણ ગંદી ચીજો બતાવવા પર પ્રતિબંધ લગાવી દેવો  જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.