સાબર ડેરીમાં ભરતી કૌભાંડ! એક-એક ઉમેદવાર પાસેથી લેવાયા 25 લાખ રૂપિયા?

ગત સપ્તાહે સાબર ડેરીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો અરવલ્લી જિલ્લાના ડેમઈ ગામના પશુપાલક કીર્તિ પટેલે બે દિવસ અગાઉ સાબર ડેરીનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.બી.એમ.પટેલ સાથે ભરતીમાં એક-એક ઉમેદવાર પાસેથી 15થી25 લાખ લેવાતા હોવાની વાતચીતનો ઓડિયો વાઈરલ થતાં બંને જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.

6 મીનિટ 44 સેકન્ડના સમગ્ર ઓડિયામાં ભરતી પ્રક્રિયા અને તેનો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે. કોલની શરૂઆતમાં જ સાબર ડેરીનાં એમડીએ તેમને કોલ કરનાર કીર્તિ પટેલને મોબાઈલ પર રેકોર્ડિંગ થાય છે તેમ કહીને વાત ટાળીને રૂબરૂં મળવા આવવાનું કહે છે. પણ કીર્તિએ પીછ પાછળ ઘા નહીં કરૂં એમ કહીને એમડીને અત્યંત વિશ્વાસમાં લઈને આ મામલે લાખોની લેતી દેતીની વાતચીત શરૂ કરે છે. અને એમડી પણ તેની વાતમાં હામાં હા કરીને વાત આગળ ધપાવે છે. આ ઓડિયો કીર્તિએ ગત મોડી રાત્રે સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દેતાં એમડી બચાવની ભૂમિકામાં આવી જઈને તેમણે સંભળાયેલી વાતો કોલ પર કહી હોવાનું કહીને તે વાતોને સાબર ડેરીનાં મેનેજમેન્ટને આ વાતોથી કઈ લેવા દેવા નથી તેમ કહી રહ્યા છે.

વાઈરલ થયેલાં ઓડિયો મામલે સાબર ડેરીનાં એમજી બી.એમ.પટેલે જણાવ્યું કે, બાયડ તાલુકાના ડેમોઈનાં કીર્તિ પટેલ નામના પશુપાલકે સાબર ડેરીને ભરતી બાબતે લખેલી ટપાલનાં જવાબ માટે પૃચ્છા કરીને સાથે ભરતીમાં થતી લેતી દેતીની વાત સામેથી મારી જોડે ચાલુ કરી હતી. અને તેમણે મને જ સામેથી માહિતી આપી હતી કે નોકરી માટે લાખો રૂપિયા લેવામાં આવે છે. તેવી વાતમાં મેં માત્ર હામાં હા પાડી હતી. મેં સ્વીકાર્યું ન હતું કે ભરતીમાં કોઈ કૌભાંડ થાય છે. અને તમામ ભરતીઓ પારદર્શક રીતે જ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.