હૈદરાબાદ ગેંગરેપ બાદ ઉન્નાવને લઈને દેશભરના લોકોમાં ભારે આક્રોશ છે. બંન્ને પીડિતાના કરૂણ મોત થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસપીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા ભારત રેપ કેપિટલ બની રહ્યું હોવાનું કહી દીધું હતું. આમ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા જતા રાહુલ ગાંધી મર્યાદા ભૂલ્યા હતા અને ભારતને દુનિયાનું રેપ કેપિટલ ગણાવી દીધું હતું.
સફદરજંગ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ.શલભ કુમારે કહ્યું કે અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાંય પીડિતાને બચાવી શકયા નથી. સાંજે તેની સ્થિતિ ખરાબ થવા લાગી હતી. રાત્રે 11.10 વાગ્યે તેને કાર્ડિયર અરેસ્ટ આવ્યો. તેની સારવાર શરૂ કરાઇ અને તેને બચાવાની પૂરો પ્રયત્ન કર્યો પરંતુ 11.40 વાગ્યે તેનું મોત થઇ ગયું.
યુપીથી લઈ દેશના દરેક રાજ્યોમાં પીડિતાના મોત પર દુઃખ વ્યક્ત કરવામં આવી રહ્યું છે અને લોકો તેમનો ગુસ્સો વ્યકત કરી રહ્યા છે. હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટનાએ માનવતાને શરમસાર કરી દીધી છે. ઘટનાથી ગુસ્સામાં અને સ્તબ્ધ છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.