ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી ચલાવવામાં આવતી રો-રો ફરેી સર્વિસ ફરી બંધ કરી દેવામાં આવી છે. દહેજમાં જહાજને પાણીનો ડ્રાફ્ટ ન મળતાં સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનિશ્ચિત સમય સુધી રો-રો ફેરી સર્વિસ ફરી બંધ
ભાવનગરના ઘોઘો થી દહેજ સુધી ચાલતી રો-રો ફેરી સર્વિસ વારંવાર કોઇ કારણોસર બંધ કરવામાં આવે છે. આ વખતે દહેજમાં જહાજને પાણીનો ડ્રાફ્ટ ન મળતા રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે.
રો-રો ફેરી સર્વિસ ગમે ત્યારે કોઇપણ કારણોને લઇને વારંવાર બંધ કરી દેવામાં આવે છે. આ અગાઉ દહેજમાં ડ્રેજિંગની સમસ્યા તેમજ ટેક્નિકલ કારણો આગળ ધરી રો-રો ફેરી સેવા બંધ કરી દેવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે એન્યૂઅલ મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ફરી ચાલુ કરવામાં આવશે.
રો-રો ફેરી સર્વિસ વારંવાર કેમ કરવી પડે છે બંધ?
ભાવનગર અને ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસ સસ્તા દરે સલામત યાત્રા કરતાં અવારનવાર વિધ્નોથી અટકાતી સર્વિસ તરીકે વધારે જાણીતી બની છે. 2012માં આ યોજનાનો શિલાન્યાસ થયો ત્યારથી માંડી અત્યાર સુધી આ સેવા વિવિધ કારણોથી અનેક વખત ડચકાં ખાઇ ચૂકી છે. ક્યારેક પોન્ટુનના નામે, તો ક્યારેક ડ્રેશજગનાના નામે, તો ક્યારે લિંકસ્પાનાનના નામે આજસુધી અનેક વખત બંધ કરવામાં આવી છે અને આ સર્વિસનો અનેક વખત શુભારંભ કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.