ઉન્નાવ રેપ પીડિતાનાં મોત બાદ જાગી યોગી સરકાર, પોલીસ સામે કરી આ કડક કાર્યવાહી

ઉત્તર પ્રદેશ સરકારે ઉન્નાવ બળાત્કાર પીડિતાની દિલ્હી હોસ્પિટલમાં મોત મામલે 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસનાં જણાવ્યા પ્રમાણે કામમાં લાપરવાહી અને અપરાધ નિયંત્રણમાં ઠીલી કામગીરી કરવાને કારણે આ સાતેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલે એડિશનલ મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે, ઉન્નાવનાં બિહાર પોલીસ સ્ટેશનનાં SHO અજય કુમાર ત્રિપાઠીની સાથે છ પોલીસકર્મીઓને બળાત્કાર પીડિતાની મોત મામલે કર્તવ્યમાં લાપરવાહી કરવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓનાં આશ્વાસન બાદ પીડિત પરિવારે રવિવારે યુવતીનાં અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ પહેલાં પીડિતાનાં પરિવારજનોએ કહ્યું કે, તે પીડિતાના ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરે જ્યાં સુધી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મળવા આવતા નથી. પીડિતાનાં અંતિમ સંસ્કારની પ્રશાસનિક તૈયારીઓ વચ્ચે મૃતકની બહેને કહ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી આદિત્યનાથ ઘટનાસ્થળે નહીં આવે અને મોટી કાર્યવાહીનું આશ્વાસન નથી આપતાં, ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.